કુદરતનો કહેર, માનવજીવન સંકટમાં: કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ

અમેરિકામાં નવું વર્ષ શરૂ જાણે મુસીબતનો પહાડ લઈને આવ્યું છે કારણ કે કેલિફોર્નિયાના જંગલોમાંમાં લાગેલી આગ જાણે બુઝાવાનું નામ જ લેતી નથી. નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ આગ મોટો પડકાર બની રહી છે. 

કુદરતનો કહેર, માનવજીવન સંકટમાં: કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ

અમેરિકા માટે 2025નું વર્ષ મોટી મુસીબત લઈને આવ્યું છે કેમ કે કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલોમાં ફરી એકવાર આગ લાગી ગઈ છે, જેને કારણે હજારો લોકોને પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. 15 દિવસ પહેલાં લાગેલી આગ હજુ શાંત થઈ નથી. ત્યારે બીજી એક આગે સરકારનું ટેન્શન વધારી દીધું છે. ત્યારે કેમ અમેરિકાના જંગલોમાં આગ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે?. જોઈશું આ રિપોર્ટમાં...

ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલાં અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલોમાં ફરી એકવાર આગ લાગી ગઈ છે. 15 દિવસ પહેલાં લાગેલી આગ હજુ સુધી ઓલવાઈ નથી ત્યારે ફરી લાગેલી આગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં મોટો વધારો કરી દીધો છે.  લોસ એન્જેલસના ઉત્તરમાં કાસ્ટેઈક તળાવની પાસેના જંગલોમાં લાગેલી નવી આગે હજારો લોકોને પોતાનું ઘર ખાલી કરવા માટે મજબૂર કરી દીધા છે. સાન્તા એનાના ભારે પવનો અને સૂકા જંગલોના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે જે આજુબાજુના લોકોનું ટેન્શન વધારી રહી છે. 

લોસ એન્જેલસના જંગલોમાં લાગેલી આગે કેવી વિનાશકારી સ્થિતિનું સર્જન કર્યુ?... તેને આંકડાની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ....

બુધવારે લાગેલી આગમાં 10,000 એકરનું જંગલ રાખ થઈ ગયું...
જેના કારણે 50,000 લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું...
આગને ઓલવવા માટે 4000 ફાયર ફાયટર્સને તહેનાત કરાયા...
અહીંયા 48 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે...
દર સેકંડે 1 ફૂટબોલ મેદાન જેટલો વિસ્તાર સળગી રહ્યો છે...

ફાયર ફાયટર્સની ટીમ આગને ઓલવવા માટે કામ કરી રહી છે તો વિમાનોની મદદથી આગને કાબૂમાં લેવા માટે ફાયર રિટાર્ડેન્ટનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે લોસ એન્જેલસમાં કેમ આગ ઝડપથી ફેલાઈ રહી છે?

કારણ નંબર-1
ભારે પવન...

કારણ નંબર-2
સૂકું વાતાવરણ...

કારણ નંબર-3
સૂકાં જંગલો...

15 દિવસ પહેલાં લાગેલી આગમાં હજારો હેક્ટર જંગલો અને મકાનો બળીને રાખ થઈ ગયા અને આગ હજુ કાબૂમાં આવી નથી ત્યાં તો નવી આગ સૂકા વિસ્તારોને પોતાની ઝપેટમાં લેવા માટે આતુર છે. ત્યારે આ અંગે સરકારે ઝડપથી કંઈક વિચારવું પડશે. નહીં તો માનવજીવન પર મોટું સંકટ સર્જાશે... 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news