Guess Who: બાળપણથી જ ફાસ્ટ દોડતી હતી આ અભિનેત્રી, બોલીવુડની રેસમાં પણ બધાને આપી માત

બોલીવુડ સ્ટાર જ્યારે પણ પોતાનો ન જોયેલો અથવા બાળપણનો ફોટો શેર કરે છે, તેમના ફેન્સ આ ફોટાને જોરદાર વાયરલ કરી દે છે. હવે અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu) એ એક એવો જ ફોટો શેર કર્યો છે.

Guess Who: બાળપણથી જ ફાસ્ટ દોડતી હતી આ અભિનેત્રી, બોલીવુડની રેસમાં પણ બધાને આપી માત

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર જ્યારે પણ પોતાનો ન જોયેલો અથવા બાળપણનો ફોટો શેર કરે છે, તેમના ફેન્સ આ ફોટાને જોરદાર વાયરલ કરી દે છે. હવે અભિનેત્રી તાપસી પન્નૂ (Taapsee Pannu) એ એક એવો જ ફોટો શેર કર્યો છે. જેને જોઇને દરેક આશ્વર્યમાં છે. કારણ કે આ ફોટામાં તાપસી સ્કૂલ ડ્રેસમાં બે ચોટલામાં જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે જે કેપ્શન લખી છે તે પણ બધાને આકર્ષિત કરી રહી છે. 

બાળપણથી દોડમાં છે આગળ
તાપસી પન્નૂ (Taapsee Pannu) એ ઇંસ્ટાગ્રામ પર પોતાના સ્કૂલના દિવસોનો આ ફોટો શેર કર્યો છે. ફોટામાં તાપસી પન્નૂ (Taapsee Pannu) સ્કૂલ યૂનિફોર્મમાં જોવા મળી રહી છે. તેમનો આ ક્યૂટ અંદાજ તેમના ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. આ ફોટામાં જોઇ શકાય છે કે તે સ્કૂલમાં સ્પોર્ટ્સ સ્પર્ધામાં ફર્સ્ટ આવી છે. તેમના ચહેરા પર આ જીતની ચમક પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે 'ખૂબ જ ઝડપી દોડે છે...બાળપણથી.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Taapsee Pannu (@taapsee)

કોમેન્ટમાં ફેન્સે કહી આ વાત
આ ફોટા પર હવે ફેન્સ સાથે-સાથે બોલીવુડ સ્ટાર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. તાહિરા કશ્યપે 'સો સ્વીટ' લખ્યું છે. તો લક્ષ્મી માચૂએ દિલવાળી ઇમોજી બનાવીને તાપસી પન્નૂ (Taapsee Pannu) ની પ્રશંસા કરી છે. આ ઉપરાંત તાપસી પન્નૂ (Taapsee Pannu) ના એક ફેને લખ્યું છે. 'બાળપણમાં જ ખૂબ સુંદર દેખાતા હતા તમે. 

આ ફિલ્મોમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી જલદી જ 'શાબાશ મિટ્ટુ', 'લૂપ લપેટા' અને 'રશ્મિ રોકેટ', જેવી ફિલ્મોમાં જોવા મળી રહી છે. છેલ્લે તે ફિલ્મ 'હસીન દિલરૂબા' માં જોવા મળી હતી.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news