સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ઘાતકી હુમલો થયો. ચોરી કરવાના ઈરાદે આવેલા વ્યક્તિએ ચાકૂના એટલા ઘા કર્યા કે સૈફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ કેસમાં હવે મોટા ખુલાસા થયા છે અને ચોંકાવનારા પુરાવા મળ્યા છે.
Trending Photos
જાણીતા બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર હાલમાં જ તેમના ઘરમાં જીવલેણ હુમલો થયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ અને હોસ્પિટલમાં દાખલ થયા હતા. જો કે હવે તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સૈફ પર થયેલા હુમલાએ બધાને હચમચાવી દીધા હતા. બાન્દ્રા પોલીસે હુમલામાં સામેલ ચાકૂનો ત્રીજો અને અંતિમ ટુકડો જે ગાયબ થઈ ગયો હતો તે મેળવી લીધો છે. હુમલો કર્યા બાદ આરોપીએ તે ફેંકી દીધુ હતું. આ ઉપરાંત તેનું લાઈસન્સ પણ મળી આવ્યું છે.
પોલીસે મેળવ્યો ટુકડો
હુમલા બાદ ચાકૂનો આશરે ત્રણ ઈંચ જેટલો ટુકડો સૈફની પીઠમાં ફસાઈ ગયો હતો. જેને સર્જરી બાદ કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક નાનો ટુકડો જેના પર લોહી લાગેલું હતું તે ઘટના બાદ કરાયેલા પંચનામા વખતે ઘરમાંથી મળ્યો અને હેન્ડલવાળો છેલ્લો ટુકડો તળાવ પાસેથી મળી આવ્યો. હુમલાનો સીન રિક્રિએટ કરવા માટે આરોપીને લઈને બાન્દ્રા પોલીસ સૈફના બિલ્ડિંગથી 1.4 કિમીના અંતરે આવેલા એક તળાવ પાસે તેને લઈને ગઈ. જ્યાં તેણે દેખાડ્યું કે ચાકૂ ફેંક્યા બાદ તે નેશનલ કોલેજની બહાર બસ સ્ટોપર જતા પહેલા 650 મીટર પગપાળા ચાલીને લિંકિંગ રોડ પર એક રેસ્ટોરન્ટમાં ગયો જ્યાં તે સૂઈ ગયો. સવારે તે વરલી અને પછી થાણા જતા પહેલા સવારે 8 વાગે દાદર માટે ટ્રેન પકડવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશન જતો રહ્યો.
ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળ્યું
આરોપીનું બાંગ્લાદેશ સંલગ્ન એક ડોક્યુમેન્ટ પણ સામે આવ્યો છે. આરોપી શરીફુલ ઈસ્લામનું બાંગ્લાદેશનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું છે. ગવર્મેન્ટ ઓફ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ અને બાંગ્લાદેશ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી બરીસાલ દ્વારા ઈશ્યું કરાયેલા શરીફુલ ઈસ્લામના નામના ડ્રાઈવિંગ લાઈસન્સથી આ જાણકારી સામે આવી છે. અત્રે જણાવવાનું કે 21 નવેમ્બર 2019ના રોજ બરીસાલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, બાંગ્લાદેશે શરીફુલ ઈસ્લામને આ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યું કર્યું હતું. જે 21 ફેબ્રુઆરી 2020 સુધી માન્ય હતું. આ એક દ્વિચક્કી વાહનનું લર્નિંગ લાઈસન્સ હતું. લાઈસન્સ નંબર 144 છે. શરીફુલ ઈસ્લામના પિતાનું નામ મોહમ્મદ રૂલ હમીદ છે.
આ લાઈસન્સ પર શરીફુલ ઈસ્લામનું નામ બાંગ્લામાં અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખેલું છે. તેની જન્મતારીખ 12 માર્ચ 1994 નોંધાયેલી છે. સ્થાયી લાઈસન્સ જારી થવાનો નંબર 8654 352254 છે. આ ડ્રાઈવિંગ લાઈસન્સ પોલીસને હાથ લાગ્યું છે. જેના આધારે પોલીસે એ પુષ્ટિ કરી છે કે શરીફુલ ઈસ્લામ બાંગ્લાદેશનો નાગરિક છે. હવે પોલીસે કેસની તપાસ તેજ કરી છે. આ સંદર્ભમાં મુંબઈ પોલીસે એક વિશેષ ટીમ બનાવી છે. આ ટીમ તપાસ કરશે કે શરીફુલ ઈસ્લામ ભારત ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં કેવી રીતે અને કોના માધ્યમથી રોકાયો અને તેણે પોતાના દસ્તાવેજ તૈયાર કરવામાં કયા કયા લોકોની મદદ લીધી. (ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે