શિરડી News

શિરડી સાંઈ દરબારમાં દર્શન કરવા જવાના છો તો પહેલા વાંચી લો આ ખબર, નહિ તો પસ
શિરડીમાં સાઈબાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે, જેને લઈને આવતીકાલથી શિરડી (Shirdi) શહેર અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે તેવું શિરડીની ગ્રામ પંચાયતનું કહેવુ છે. દેશભરથી આવતા સાંઈ ભક્તોના શ્રદ્ધાળુઓને સાઈ બાબાના દર્શન તો કરવા મળશે, પણ શહેરમાં ખાવાપીવા તેમજ રહેવા માટે કોઈ સુવિધા નહિ મળે. મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray) ના નિવેદન પછી શિરડીના લોકોમાં રોષ પ્રસર્યો છે. અગાઉ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાથરી ગામમાં સભા સંબોધતા જાહેરાત કરી હતી કે, જ્યાં સાઈ બાબાનો જન્મ થયો તે સ્થળ એટલે કે પાથરીમાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ વિવાદિત નિવેદન પછી પાથરી ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ, પરંતુ શિરડીના લોકો રોષે ભરાયા છે. જ્યાં સુધી સીએમ પોતાનું નિવેદન પાછુ નહીં લે ત્યાં સુધી શિરડી બંધ રહેશે તેવું એલાન કર્યું છે. 
Jan 18,2020, 9:55 AM IST

Trending news