કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ શનિવારે મુંબઇથી સાંઇ બાબાના દર્શન માટે શિરડી પહોંચ્યા. આ ધારાસભ્યો મુંબઇથી ચાર્ટેડ પ્લેન દ્વારા શિરડી પહોંચ્યા. શિરડીથી મુંબઇનુ અંતર આશરે 200 કિલોમીટર છે. શુક્રવારે આ ધારાસભ્યોએ મુંબઇ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના એક ડઝનથી વધારે ધારાસભ્યો પોતાનું રાજીનામું આપવા તૈયાર છે જો કે સ્પીકર તેમના રાજીનામા નથી સ્વિકારી રહ્યા. 
કર્ણાટકનાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા શિરડી, દરેક પક્ષ ઠોકે છે દાવા !

મુંબઇ : કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ જેડીએસના બળવાખોર ધારાસભ્યોએ શનિવારે મુંબઇથી સાંઇ બાબાના દર્શન માટે શિરડી પહોંચ્યા. આ ધારાસભ્યો મુંબઇથી ચાર્ટેડ પ્લેન દ્વારા શિરડી પહોંચ્યા. શિરડીથી મુંબઇનુ અંતર આશરે 200 કિલોમીટર છે. શુક્રવારે આ ધારાસભ્યોએ મુંબઇ સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના એક ડઝનથી વધારે ધારાસભ્યો પોતાનું રાજીનામું આપવા તૈયાર છે જો કે સ્પીકર તેમના રાજીનામા નથી સ્વિકારી રહ્યા. 

દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !
હાલ આ સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવાર સુધી યથાસ્થીતિ જાળવી રાખવા માટેનો નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં શક્તિપરિક્ષણની વાત કરી છે. ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેઓ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે કુમાર સ્વામી સરકાર બહુમતી ગુમાવી ચુકી છે., એટલા માટે તેણે રાજીનામું આપી દેવું જોઇએ. બીજી તરફ કુમાર સ્વામી અને કોંગ્રેસનાં બીજા નેતા દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર પહેલાની જેમ જ ચાલતી રહેશે. 

ચંદ્રયાન મિશન 2.0 તડામાર તૈયારી: બાહુબલી નિભાવશે મહત્વની જવાબદારી
બીજી તરફ કોંગ્રેસની સામે સંકટ વધી ગયું છે, કોંગ્રેસનાં 5 ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, તેમણે પોતાનું રાજીનામાને મંજુર કરાવવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કર્ણાટક વિધાનસભામાં ભાજપ 105 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. જો કે કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરીને સરકાર બનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news