બાળકની આંખમાંથી મગજ સુધી ઘુસી ગયો સળીયો, ડૉક્ટરે ભગવાન બની બચાવ્યો જીવ
Trending Photos
નાશિક : નાશિકામાં 12 વર્ષનું બાળક વિચિત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. સાયકલ ચલાવતા સમયે તે પડી ગયો હતો. સાયકલની બ્રેકનું લિવર તેની ડાબી આંખમાં ઘુસી ગયું હતું જે મગજ સુધી પહોંચી ગયું હતું. નાજુક સ્થિતીમાં બાળકને નાશિકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકનો જીવ બચાવી લેવાયો છે. હાલ તેની સ્થિતી સ્થિર છે.
બિહારમાં પુર અને DY.CM જોઇ રહ્યા છે ફિલ્મ: વિપક્ષે મોદીની ઝાટકણી કાઢી
આંખના ઘુસી ગયો બ્રેકનો સળીયો
શિરડીનાં રહેવાસી સાર્થક પોતાનાં પિતા સંદીપ પાસે લાંબા સમયથી સાયકલની માંગ કરો હતો. જ્યારે સાયકલ મળી તો પોતાનાં મિત્રો સાથે રમવા માટે ગયો હતો. જો કે સાયકલ ચલાવતા સમયે તે પડી ગયો હતો. બ્રેકનું લિવર ડાબી આંખની અંદર ઘુસી ગયું હતું. આસપાસનાં લોકો તેને તેને લઇને શિરડીની હોસ્પિટલમાં ભાગ્યા હતા. સાર્થકની આંખ ફાટી ચુકી હતી. જો કે શિરડીની હોસ્પિટલે તેમને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ લઇ જવાની સલાહ આપી.
VIDEO: છોકરીએ DTC સ્ટાફ સાથે બસમાં ડાન્સનો વીડિયો બનાવ્યો, થઈ મોટી કાર્યવાહી
મગજ સુધી ઘુસી ગયેલા સળીયાનાં કારણે મગજ પર સોજો આવતા સ્થિતી વિકટ બની
સાર્થકનાં માં અર્ચના કાલેએ જણાવ્યું કે, તેઓ રાત્રે 12 વાગ્યે સાર્થકને લઇને નાશિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા તો તેની સ્થિતી ખુબ જ ગંભીર હતી. તે બેહોશ થઇ ચુક્યો હતો. હોસ્પિટલમાં સાર્થકનું સિટી સ્કેન અને એમઆરઆય કરવામાં આવ્યું તો ખબર પડી કે લીવર સાર્થકના મગજના ડાબા હિસ્સા સુધી પહોંચી ગયું હતું. જેના કારણે મગજમાં પણ સોજો આવી ગયો હતો, જ્યાં લોહી ગંઠાવા લાગ્યું હતું. જેના કારણે સાર્થકનાં જીવ સામે જોખમ પેદા થયું હતું.
મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની ખંડણીના આરોપમાં ધરપકડ
કલાકો સુધી સાર્થકનું ચાલતું રહ્યું ઓપરેશન
હોસ્પિટલ સર્જન ડૉ. સંજય વંખડેએ કહ્યું કે, આ ખુબ જ ગંભીર સ્થિતી હતી. સાર્થકનાં મગજ પર સોજો આવ્યો હતો જે ચિંતાનો વિષય હતો. તેના પર બે ઓપરેશન અનેક કલાકો સુધી ચાલ્યા. જેમાં મગજના ડાબા હિસ્સામાં જે બ્લડ ક્લોટ થયું હતું તેને કાઢવામાં આવ્યું. જેના કારણે મગજનો સોજો ઘટવા લાગ્યા. ચાર દિવસ સુધી સતત ચાલેલી સારવાર બાદ તેને હોશ આવ્યો.
એક ચપટી મીઠું તમને બનાવી શકે છે માલામાલ, આ રીતે કરો ઉપયોગ
સાર્થક ન માત્ર હવે સ્વસ્થય છે પરંતુ ડાબી આંખથી જોઇ પણ શકે છે.
હવે સાર્થક પોતાની ડાબી આંખથી જોઇ પણ શકે છે. સાર્થકનાં પિતા સંદીપ કાલેએ કહ્યું કે, જો યોગ્ય સમયે તેની સારવાર ચાલુ ન થઇ હોત તો સાર્થકનું મૃત્યુ પણ થઇ ચુક્યું હોત. હવે તેઓ સાર્થકને સાયકલ આપી તે ઘડીને ભાંડી રહ્યા છે. સાર્થકનો જીવ તો બચી ગયો છે પરંતુ બાળકો રમતા હોય તેવા સમયે થતી દુર્ઘટના અંગે ફરી એકવાર વિચારવા પર મજબુર કરી દીધા છે. જો તમારુ બાળક રમવા જઇ રહ્યું હોય તો તેના પર ધ્યાન આપે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે