શિરડીના સાંઈબાબાને મુગટ અને ખાસ પ્રકારના મશીનનું અનોખું દાન

શિરડીના સાંઈબાબાનું મંદિર શ્રદ્ધાળુઓમાં બહુ લોકપ્રિય છે

શિરડીના સાંઈબાબાને મુગટ અને ખાસ પ્રકારના મશીનનું અનોખું દાન

પ્રશાંત શર્મા, શિરડી : શિરડીનું વિશ્વ પ્રસિદ્ધ સાંઇ મંદિર પોતાના ચમત્કારો માટે જ નહીં પણ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન માટે પણ પ્રસિદ્ધ છે. શિરડીના સાંઇ મંદિરને ચડાવામાં માત્ર પૈસા જ નહીં પણ બીજા અનેક પ્રકારના દાન મળે છે. લેટેસ્ટ જાણકારી પ્રમાણે કોઈ ભક્ત સાંઇ મંદિરમાં ડાયાલિસીસનું મશીન દાન પેટે આપે છે તો કોઈ ભક્ત એક કરોડ રૂ.નું રોટલી બનાવવાનું મશીન. એક ભક્તે સાંઈના ચરણોમાં સોનાનો મુગટ ચડાવ્યો છે. 

મંદિર પ્રશાસનને મળેલી જાણકારી પ્રમાણે મુંબઈના સાંઇ ભક્ત સંજય અસરાનીએ ડાયાલિસીસનું આધુનિક મશીન ચડાવ્યું છે. જાપાની બનાવટના આ મશીનની કિંમત 19.80 લાખ રૂ. છે. મળતી માહિતી પ્રમાણે આ મશીન કિડનીના રોગીઓની સારવાર માટે સાંઇબાબા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ લગાવવામાં આવશે. 

બેંગ્લુરુના એક સાંઇ ભક્તે 1 કરોડ રૂ.ની કિંમતનું રોટલી બનાવવાનું મશીન દાન કર્યું છે. આ ઓટોમેટિક મશીનથી એક કલાકમાં લગભગ 25 હજાર રોટલી બને છે. મુંબઈના એક અજ્ઞાત સાંઇ ભક્તે 22 લાખ રૂ.ની કિંમતનો સોનાનો મુગટ ચડાવ્યો છે જેનું વજન 780 ગ્રામ જેટલું છે. સાંઇ મંદિરના આંકડાઓ પ્રમાણે 2016માં એને 403.75 કરોડ રૂ.ની કમાણી થઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે દર વર્ષે લગભગ બે કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news