Weddings News

પાકિસ્તાની હિન્દુ દીકરીના નસીબ ચમક્યા, ગામ લોકોએ ઉપાડી લીધો લગ્નનો બધો ખર્ચ
પાકિસ્તાન કે પાકિસ્તાની જ્યારે પણ આ શબ્દ કોઈ ભારતીયના કાને અથડાઈ એટલે મોટાભાગના ભારતમાં વસ્તા લોકો રોષે ભરાઈ છે. પણ મહેસાણાના કુકસ ગામમાં એવા દ્રશ્યો સર્જાયા જે તમને ગર્વ કરાવશે. થોડા સમય પહેલાં પાકિસ્તાનથી આવેલી રામી ઠાકોરના રાધનપુરના યુવક સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારે, આજે પાકિસ્તાનથી આવેલી એક દીકરીના કુકસ ગામે લગ્ન થયા અને આ લગ્નની ચિંતા માત્ર દીકરીના પરિવારજનોએ નહીં પણ પુરા કુકસ ગામે કરી હતી. લગ્ન માટે ગામમાંથી કોઈ 5 હજાર રૂપિયા આપ્યા, તો કોઈએ જમણવારનો ખર્ચ ઉપાડ્યો. તો કોઈએ દીકરીના કરિયાવર માટે સામાન આપ્યો. તો 3 વર્ષ પહેલાં પાકિસ્તાનના ટંડોલીયા હૈદરાબાદથી 15 જેટલા હિન્દુ પરિવારો શરણાર્થી તરીકે મહેસાણાને અડીને આવેલા કુકસ ગામે આવ્યા હતા. ત્યારે, શરણે આવેલા આ પરિવારોને પુરા ગામે અપનાવ્યા. ન માત્ર અપનાવ્યા પણ આ પરિવારોને આર્થિક અને માનસિક તમામ પ્રકારની સહાય કરી.
Feb 18,2022, 8:33 AM IST

Trending news