રાત્રિ કરફ્યૂમાં લગ્ન કરવા ભારે પડ્યા, દુલ્હા-દુલ્હન સહિત જાનૈયાઓની આખી ફોજ પહોંચી ગઈ પોલીસ સ્ટેશન

 રાજ્યભરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરો સહિત રાજ્યના 19 નગરોમાં જ્યાં કોરોનાના કેસોનો રેશિયો વધારે છે ત્યાં રાત્રિ કરફ્યુ (night curfew) લગાવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, પરંતુ અનેક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરી રહ્યા છે. સોમવારે રાત્રિ કરફ્યૂના ભંગની કામગીરીમાં 33 નાગરિકો પકડાયા છે. પરંતુ સાથે જ એક નવદંપતી પણ પકડાયુ હતું, અને દુલ્હા દુલ્હનને પોલીસ સ્ટેશનમાં પહોંચવુ પડ્યુ હતું. 
રાત્રિ કરફ્યૂમાં લગ્ન કરવા ભારે પડ્યા, દુલ્હા-દુલ્હન સહિત જાનૈયાઓની આખી ફોજ પહોંચી ગઈ પોલીસ સ્ટેશન

ઉમેશ પટેલ/વલસાડ : રાજ્યભરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરો સહિત રાજ્યના 19 નગરોમાં જ્યાં કોરોનાના કેસોનો રેશિયો વધારે છે ત્યાં રાત્રિ કરફ્યુ (night curfew) લગાવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, પરંતુ અનેક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરી રહ્યા છે. સોમવારે રાત્રિ કરફ્યૂના ભંગની કામગીરીમાં 33 નાગરિકો પકડાયા છે. પરંતુ સાથે જ એક નવદંપતી પણ પકડાયુ હતું, અને દુલ્હા દુલ્હનને પોલીસ સ્ટેશનમાં પહોંચવુ પડ્યુ હતું. 

વલસાડ જિલ્લામાં વલસાડ શહેર અને વાપી શહેર ખાતે લગાવવામાં આવેલા રાત્રિ કરફ્યુને શહેરીજનોએ આવકાર્યો છે, પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે નિયમો વધુ કડક બનાવવા તથા રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરવાની માંગ પણ કરી છે. સાથે લોકોમાં પણ જાગૃત થાય એ પણ જરૂરી બન્યું છે. છતા અનેક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરે છે. વલસાડ જિલ્લામાં રાત્રિ કરફ્યુનો ભંગ કરતા 33 લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રિ કરફ્યુ ભંગમાં એક દુલ્હન અને દુલ્હાને પણ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા છે. 

No description available.

સોમવારે મોડી રાત્રિ એ વલસાડ શહેરમાં દુલ્હા અને દુલ્હનને લગ્નની પહેલી રાતે જ પોલીસ સ્ટેશન પહોંચવુ પડ્યુ હતું. લોકડાઉન ભંગના કેસમાં વલસાડ શહેર પોલીસે દુલ્હા દુલ્હન સહિત જાનૈયાઓને પણ પકડ્યા હતા. તમામને વલસાડ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news