Veer savarkar News

કચ્છમાં ભારતની ક્રાંતિકારી વીર સાવરકર ની જન્મતિથી મૂર્તિનું અનાવરણ
આજે 28 મે ભારતના ઇતિહાસ માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકરનો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારીઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
May 28,2022, 23:37 PM IST
સાવરકર અને ગોડસે વચ્ચે હતા સજાતીય સંબંધો: કોંગ્રેસ વિકૃત પ્રચાર પર ઉતર્યું
Jan 2,2020, 23:47 PM IST
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ  શું કહ્યું તે જાણો
Dec 15,2019, 20:29 PM IST
રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ
સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 
Dec 15,2019, 16:40 PM IST

Trending news