સાવરકર પર સંગ્રામ: હવે ફડણવીસે શિવસેનાને લીધી આડે હાથ, કર્યો વેધક સવાલ
મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું છે કે શિવસેનાને સત્તામાં રહેવા માટે જે પ્રકારે લોકો સાથે સમાધાન કરવું પડી રહ્યું છે તે બહુ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે વીર સાવરકરજી (Veer Savarkar) નું અપમાન મહારાષ્ટ્ર અને દેશ ક્યારેય સહન કરશે નહીં. આ અંગે ફડણવીસે કહ્યું કે પહેલા શિવસેનાના નેતા ખુબ જ આકરી પ્રતિક્રિયા આપતા હતાં પરંતુ હવે કેમ તેઓ નરમ પડી ગયા?
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું છે કે શિવસેનાને સત્તામાં રહેવા માટે જે પ્રકારે લોકો સાથે સમાધાન કરવું પડી રહ્યું છે તે બહુ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે વીર સાવરકરજી (Veer Savarkar) નું અપમાન મહારાષ્ટ્ર અને દેશ ક્યારેય સહન કરશે નહીં. આ અંગે ફડણવીસે કહ્યું કે પહેલા શિવસેનાના નેતા ખુબ જ આકરી પ્રતિક્રિયા આપતા હતાં પરંતુ હવે કેમ તેઓ નરમ પડી ગયા?
ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નિવેદન શરમજનક છે. કદાચ તેમને સાવરકરજી અંગે જાણકારી નથી. સાવરકરજીએ આંદમાનની જેલની કાળ કોટડીમાં 12 વર્ષ સુધી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી 12 કલાક પણ કરી ન શકે. ફક્ત ગાંધીનું નામ તમારામાં લગાવવાથી તમે ગાંધી ન બની જાઓ.
શિવસેનાએ શું કહ્યું હતું?
શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut) આજે કહ્યું કે વીર સાવરકર (Veer Savarkar) ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. તેની સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં.
રાઉતે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ બંનેનું સન્માન કરીએ છીએ. કૃપા કરીને વીર સાવરકરનું અપમાન ન કરો. બુદ્ધિમાન લોકોને વધુ કશું કહેવાની જરૂર નથી.
આ VIDEO પણ ખાસ જુઓ...
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ.
રાહુલ ગાંધીનો ઈશારો
હકીકતમાં રાહુલ ગાંધીનો ઈશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખાયેલા માફી પત્ર તરફ હતો. જેને તેમણે આંદમાનની સેલ્યુલર જેલમાંથી લખ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે