રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ, જાણો શું કહ્યું?

સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 
રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 

આ બાજુ રણજીત સાવરકરે કહ્યું કે હિન્દુત્વ (Hindutva) નો મુદ્દો શિવસેનાની કરોડરજ્જુ છે. પોલિટિક્સ અને એથિક્સમાં શિવસેના (Shivsena) એથિક્સને સાથે આપે સરકાર બચાવવા કોંગ્રેસ (Congress) ની સાથે ન રહે. વીર સાવરકરના પૌત્રએ  કહ્યું કે શિવસેના કોંગ્રેસને સરકારમાંથી બહાર કરે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકરના જીવન પર આધારિત પુસ્તક તેઓ મોકલશે. જેથી કરીને તેમને સ્વતંત્રતા સેનાની અંગે વધુ માહિતી મળી શકે. 

તેમણે રાહુલ ગાંધીના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તેમણે તેમના પરિવારની વંશ પરંપરા મુજબ નિવેદન આપ્યું છે. આ અગાઉ જવાહરલાલ નેહરુએ છત્રપતિ શિવાજી મહારાજ વિરુદ્ધ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમને લુટારું ગણાવ્યાં હતાં પછી માફી માંગી હતી. 

તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પણ માફી માંગવી પડશે. અમે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડીશું. રાહુલે એક વ્યક્તિનું નહીં પરંતુ રાષ્ટ્રપુરુષનું અપમાન કર્યું છે. જનતાના કારણે તેમણે માફી માંગવી પડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી છે. ઉદ્ધવ ઠાકરે તેને સરકારથી બહાર કાઢે. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
અત્રે જણાવવાનું કે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત ભારત બચાવો રેલીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપે મને કહ્યું કે હું મારા ભાષણ બદલ માફી માંગુ પરંતુ મારું નામ રાહુલ સાવરકર નથી, મારું નામ રાહુલ ગાંધી છે અને હું માફી નહીં માંગુ. હકીકતમાં રાહુલ ગાંધીનો ઈશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખાયેલા માફી પત્ર તરફ હતો. જેને તેમણે આંદમાનની સેલ્યુલર જેલમાંથી લખ્યો હતો. 

તેમણે કહ્યું હતું કે માફી તો નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમિત શાહે (Amit Shah) દેશની માંગવી જોઈએ. નોંધનીય છે કે ભાજપે માગણી કરી છે કે રાહુલ ગાંધી રેપ કેપિટલ (Rape Capital) વાળા નિવેદન પર માફી માંગે. રાહુલ ગાંધીએ નોટબંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે "મોદીજીએ તમને ખોટું કહ્યું છે કે કાળા નાણા વિરુદ્ધ લડત લડવાની છે. તેમણે જનતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને અદાણી અને અનિલ અંબાણીને આપી દીધા."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news