શિવસેનાએ કહ્યું- સાવરકર મહાન હતા, છે અને રહેશે, મહારાષ્ટ્રમાં નહીં આવે પુસ્તક

વિનાયક સાવરકર પર ટિપ્ણી કરનાર પર હુમલો કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સાવરકર વિશે બોલી રહ્યાં છે, તેના મગજની તપાસ થવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્રના હોય કે દેશના કોઈ ભાગના દરેક સાવરકર જી પર ગર્વ કરે છે. 
 

શિવસેનાએ કહ્યું- સાવરકર મહાન હતા, છે અને રહેશે, મહારાષ્ટ્રમાં નહીં આવે પુસ્તક

નવી દિલ્હીઃ કોંગ્રેસ સેવાદળ દ્વારા વિનાયક સાવરકર પર ટિપ્પણી કરતા છપાયેલા પુસ્તકને લઈને વિવાદ વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી, વિનાયક સાવરકરના પ્રપૌત્રએ તેના પર સવાલ ઉઠાવ્યા અને નિશાન સાધ્યું છે. હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર એક મહાન વ્યક્તિ હતા અને મહાન વ્યક્તિ રહેશે. એક વર્ગ તેમની વિરુદ્ધ વાત કરતો રહે છે, આ તેના મગજની ગંદકીને દર્શાવે છે. 

વિનાયક સાવરકર પર ટિપ્ણી કરનાર પર હુમલો કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સાવરકર વિશે બોલી રહ્યાં છે, તેના મગજની તપાસ થવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્રના હોય કે દેશના કોઈ ભાગના દરેક સાવરકર જી પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાત કરે છે, તેના મગજ ગંદકીથી ભરેલા છે.'

સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે વીર સાવરકર મહાન હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, જે પુસ્તક છપાયું છે તે મધ્યપ્રદેશની ગંદકી છે. તે ક્યારેય મહારાષ્ટ્રમાં નહીં આવે. આ ગેરકાયદેસર છે, અમને કોઈ સાવરકર વિશે ન શીખવાડે તે યોગ્ય છે. 

— ANI (@ANI) January 3, 2020

પુસ્તકની સામગ્રી પર થઈ બબાલ
મહત્વનું છે કે મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ સેવાદળે વિનાયક સાવરકરને લઈને એક પુસ્તક છાપ્યું છે, જેમાં કેટલિક એવી ટિપ્પણી કરવામાં આવી, જેના પર બબાલ શરૂ થઈ છે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનાયક સાવરકર અને નાથૂરામ ગોડસે વચ્ચે સમલૈંગિક સંબંધ હતા. ત્યારથી તેના પર વિવાદ શરૂ થઈ ગયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news