વીર સાવરકરના પૌત્રનો ઉદ્ધવ પર આરોપ, ન આપ્યો મળવા માટે એક મિનિટનો સમય

રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આ મામલામાં કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર તેમની વાત ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે.
 

વીર સાવરકરના પૌત્રનો ઉદ્ધવ પર આરોપ, ન આપ્યો મળવા માટે એક મિનિટનો સમય

નવી દિલ્હીઃ ભોપાલમાં કોંગ્રેસ સેવા દળ (Congress Seva Dal)ના કાર્યક્રમમાં વીર સાવરકર (Veer Savarkar) વિતરણ કરવામાં આવેલા પુસ્તકને લઈને વિવાદ વધી રહ્યો છે. વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકર   (Ranjit Savarkar)એ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ સેવા દળ સહિત ઘણા લોકો વિરુદ્ધ વીર સાવરકર પર આરોપ લગાવતા કેસ નોંધાવવાની માગ કરી છે. 

રંજીત સાવરકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આ મામલામાં કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે પર તેમની વાત ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, 'હું સીએમને મળવા આવ્યો હતો. મેં મળવા માટે તેમને ઘણીવાર વિનંતી મોકલી, પરંતુ હું આજે તેમને મળી શક્યો નથી. સાવરકર જીના સન્માનને લઈને તેમની પાસે વાત કરવા માટે એક મિનિટનો સમય નથી. હું ખુબ નિરાશ છું. આ સાવરકર જીનું અપમાન છે.'

— ANI (@ANI) January 3, 2020

વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે મધ્ય પ્રદેશ કોંગ્રેસ સરકારને કોંગ્રેસ સેવા દળ દ્વારા વેંચાયેલા પુસ્તક પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસ સાવરકરને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે. સ્વાતંત્ર્ય સેનાની સાવરકર વિરુદ્ધ અયોગ્ય આરોપ લગાવીને પાર્ટી દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે. સરકારે કોંગ્રેસ સેવા દળ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news