Tourism gujarat News

ગુજરાતની ધરોહર: મોઢેરાના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરની આવી દુર્લભ તસવીરો તમે નહીં જોઈ હોય
ગુજરાતની ધરોહર: મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર, જોવાલાયક અદ્ભુત જગ્યા અને હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જો તમે તમારૂ પ્રાઇવેટ વાહન લઇને જાઓ છો તો સૂર્ય મંદિરની નજીકમાં પણ અનેક જોવાલાયક સ્થળો છે. મનભરીને સૂર્ય મંદિરના દર્શન કરીને ફોટોગ્રાફી કરો તો પણ સરવાળે એકથી દોઢ કલાકમાં બધુ જોવાઇ જશે. ત્યારપછી તમે મોઢેશ્વરી માતાના દર્શને જઇ શકશો. સૂર્ય મંદિરથી મોઢેશ્વરી જવામાં ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે. સૂર્ય મંદિરથી માત્ર 15 કિલોમીટરના અંતરે છે બહુચરાજી માતાનું મંદિર. બહુચરાજી મંદિર સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે સાચા હ્રદયથી ભક્તોએ કરેલી પ્રાર્થના બહુચરાજી અવશ્ય પૂર્ણ કરે છે. બહુચરાજી નજીક શંખલપુરનું મંદિર પણ જોવાલાયક છે.
Jul 11,2023, 14:01 PM IST

Trending news