મોક્ષ માટે મરવાની જરૂર નથી, ગુજરાતના આ પર્વત પર જીવતાજીવત મળે છે મોક્ષ!
ગુજરાતના આ પર્વત પરથી મળી હતી દેવીની મૂર્તિ! દેવીના નામ સાથે જ જોડાયેલું છે પર્વતનું નામ. શાંતિ, મોક્ષ અને મુક્તિનો અહેસાસ કરાવે છે ગુજરાતનો આ પૌરાણિક પર્વત. જેને મુનીઓનું સિદ્ધ સ્થાન પણ કહેવામાં આવે છે. આ પર્વતની ચારેય તરફ કુદરતની લીલી ચાદર પથરાયેલી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. એમાંય વાત જ્યારે પર્વતની આવે તો ગુજરાતનો આ પર્વત સૌથી શાંત કહેવામાં આવે છે. કારણકે, અહીં પૂણ્ય આત્માઓનો વાસ માનવામાં આવે છે. અહીં તમારા મનમાં આવતા વિકારો, ચિંતાઓ, વ્યાકૂળતાઓ દૂર થઈ જાય છે. અહીં આવનાર વ્યક્તિનું મન શાંત થઈ જાય છે. અહીં તમને શાંતિ, મૂક્તિ અને મોક્ષની અનુભૂતિ થાય છે. કહેવાય છેકે, આ પર્વતને મુનીઓએ સિદ્ધ કરેલો છે જેથી તેને મુનીઓનું સિદ્ધ સ્થાન પણ કહેવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પણ આ સ્થળને ડેવલપ કરવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવાય છેકે, જે એકવાર અહીં આવે છે તે પછી વારંવાર અહીં આવે છે. આ પર્વતની ચારેય તરફ કુદરતની લીલી ચાદર પથરાયેલી છે.
અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે તારંગ હિલ સ્ટેશન. અમદાવાદથી વાયા ગાંધીનગર થઈને વિજાપુરથી તમે તારાંગ તરફ સરળતાથી જઈ શકો છે. ગુજરાતના મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ એક સુંદર અને ખુબ જ શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટરના અંતરે આવેલું છે.
શાંતિ અને મોક્ષનો અહેસાસ કરાવતો પર્વત-
ભૌગોલિક રીતે તાંરગ હિલ સ્ટેશન અરવલ્લી પર્વતમાળાનો જ એક ભાગ છે. તાંરગ જૈન મંદિરો માટે જાણીતું તીર્થ સ્થાન છે. આ પહાડી વિસ્તારને જૈન સિદ્ધ ક્ષેત્ર પણ કહેવાય છે. પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલાં છે. એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
તારંગાએ સિદ્ધ ક્ષેત્ર છેઃ
તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76 જેટલી છે અને તે રોડથી 9 કિલોમીટર દુર આવેલ છે. બારમી સદીમાં અહીં શ્વેતાંબર સોલંકી રાજા કુમારપાળે ભગવાન અજિતનાથના એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે આ મંદિર તેમના ગુરૂ આચાર્ય હેમચંદ્રાચાર્યના કહેવાથી બનાવડાવ્યું હતુ. અહીં કમ્પાઉંડની અંદર 14 મંદિર આવેલા છે જેમાંથી પાંચ દીગમ્બરના મુખ્ય મંદિરો છે. દિગમ્બર જૈન અહીંની ત્રણ ઉંચી ટેકરીઓ પર વસવાટ કરે છે. તારંગા એ સિધ્ધ ક્ષેત્ર છે. તારંગા હિલ સ્ટેશન પર ભવ્ય જૈન દેરાસર આવેલું છે જે શ્વેતાંબર અને દિગંબરના છે.
પર્વતનું નામ કઈ રીતે પડ્યું તારંગા?
એવું કહેવામાં આવે છે કે આ પર્વત પરથી બૌધ્ધ દેવી તારાની મુર્તિ મળી આવી હતી તેથી આ સ્થળનું નામ તારંગા પડ્યું. અહીં આવેલ અજિતનાથની ગુફાવાળુ સુંદર પ્રતિમા ધરાવનાર ભવ્ય જૈન દેરાસર એક જ શિલામાંથી બનાવવામાં આવ્યું છે. આ સ્થળ મુળનાયક હાઈવેથી 2.75 કિલોમીટર દુર આવેલ છે અને ત્યાં ભગવાન આદિનાથની સફેદ રંગની મૂર્તિ છે. અહીં વર્ષમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે.
આ ટેકરી પર્વતોની વચ્ચે અને શહેરી વિસ્તારથી દુર આવેલ છે. અહીંનું વાતવરણ ખુબ જ શાંત અને શુધ્ધ છે. અહીં મનની શાંતિ પણ મળી રહે છે. અહીં આવીને તમને એવો અનુભવ થશે કે તમે જાણે કે કુદરતના ખોળામાં આવી ગયાં હોવ. કારણકે, અહીંયા ચારો તરફ લીલોતરી જોવા મળે છે અને પર્વતોની વચ્ચે જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અનુભવ થાય છે. ત્યાંના પર્વતોની સુંદરતા ખુજ મનભાવન છે. જેઓ કુદરતી વાતાવરણના શોખીન હોય તેમના માટે તો આ સ્થળ અતિ સુંદર છે. તારંગા જવા માટે ઘણી બધી સગવડો છે ત્યાં તમે બસ દ્વારા પણ પહોચી શકો છો અને તમારૂ પોતાનું સાધન પણ લઈને જઈ શકો છો. ત્યાં જવા માટેનો રસ્તો પણ સારો છે તેથી બીજી જોઈ તકલીફ પણ પડે તેમ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે