Tik tok News

આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ
સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ ટેલેન્ટ એવું બચ્યુ નહિ હોય જે ગુમનામ હોય. વાયરલ વીડિયોની દુનિયામાં TikTok Video એ અલગ જ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે. ટિકટોક વીડિયોને પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે, હવે તે ચર્ચાના વિષયો બનવા લાગ્યા છે. ટિકટોકના ડાન્સના વીડિયો પર હવે સેલિબ્રિટીઝ પણ રિસ્પોન્સ આપવા લાગ્યા છે. માઈકલ જેક્સન(Michael Jackson) ની જેમ ડાન્સ કરતા એક યુવકનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બી-ટાઉનના ઉત્કૃષ્ઠ ડાન્સર ઋતિક રોશન (Hrithik Roshan) ની જ્યારે આ ટિકટોડ ડાન્સ વીડિયો (TikTok Video) પર નજર પડી તો તેના પણ હોંશ ઉડી ગયા અને તેણે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ વીડિયોને ટ્વિટ કરતા કહ્યું કે, ‘આનાથી વધુ સારો અને બેસ્ટ એરવોકર મેં મારી જિંદગીમાં નથી જોયો. કોણ છે આ માણસ...’ 
Jan 15,2020, 15:47 PM IST
આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી કેમેરા સામે સિટી વગાડે છે, તો કરોડો લોકો
Holly H Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિની જિંદગી એટલી હદે બદલી દે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (TikTok) પર કુલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. જેને કારણે તે એટલી પોપ્યુલર અને આર્થિક સંપન્ન થઈ ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખે છે. આ કારણે તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી ભૂરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.
Dec 2,2019, 11:58 AM IST
ટીકટોક પર અભિનેતા બનવાની મજા કેવી રીતે બની યુવાનો માટે સજા, જુઓ વીડિયો
ટીકટોકનો ક્રેઝ જીવ પણ લઈ શકે છે આવો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જ્યાં હીરોગીરી કરવા ગયેલા યુવાનોના ટીકટોક કરવાના ચક્કરમાં હાડકા તૂટી ગયા હતાં. ટિકટોક કરવાના રવાને ચઢેલા યુવાનોને એ પણ ખ્યાલ નથી રહેતો કે, હીરોગીરી દેખાડવાના ચક્કરમાં તેનું ખરાબ પરિણામ પણ ભોગવવું પડી શકે છે. ટીકટોકના આ અભિનેતાઓ પોતાની કળા દેખાડતા જતાં ઉંધા મોંએ પડ્યા હતાં. ચાલુ બાઈક પર ટીકટોક બનાવવા જતાં પહેલાં યુવાનોએ આ વીડિયો જોવો જરૂરી છે આજની યુવા પેઢીએ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એક તો બાઈકચાલક હેલ્મેટવગર અને વળી પાછા ત્રણ સવારી હતાં. ઝડપી બાઈક ચલાવી આ ત્રણેય હીરો ટીકટોક કરવા ગયા હશે અને સામેથી પૂરપાટ ઝડપે આવતાં વાહન સાથે અથડાયા હોવાનું લાગી રહ્યું છે કારણ કે. આ વીડિયો પછીના અન્ય એક વીડિયોમાં ત્રણેય યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તાની બીજી બાજુ પડેલા જણાય છે. આ યુવાનોનું પછી શું થયું એતો ખબર નથી પણ એટલું ચોક્કસથી સમજવું જોઈએ કે, ચાલુ વાહને કે જોખમી જગ્યાએ ટીકટોક બનાવી હીરો બનવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
Jul 21,2019, 22:18 PM IST

Trending news