Holly h Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી આવે કેમેરા સામે તો કરોડો યુવાઓ થઈ જાય છે પાગલ...

Holly H Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિની જિંદગી એટલી હદે બદલી દે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (TikTok) પર કુલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. જેને કારણે તે એટલી પોપ્યુલર અને આર્થિક સંપન્ન થઈ ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખે છે. આ કારણે તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી ભૂરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.

Holly h Video : આકર્ષક હોઠ, ભૂરી આંખોવાળી આ યુવતી આવે કેમેરા સામે તો કરોડો યુવાઓ થઈ જાય છે પાગલ...

લંડન/નવી દિલ્હી :સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈ વ્યક્તિની જિંદગી એટલી હદે બદલી દે છે કે, તેનું સૌથી મોટું ઉદાહરણ આ 23 વર્ષની યુવતી બની છે. આ યુવતીની પાસે સોશિયલ મીડિયા વીડિયો એપ ટિકટોક (TikTok) પર કુલ 1.6 કરોડ ફોલોઅર્સ છે. જેને કારણે તે એટલી પોપ્યુલર અને આર્થિક સંપન્ન થઈ ચૂકી છે કે, તેને પોતાની સુરક્ષા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ રાખે છે. આ કારણે તેની માતાએ નોકરી પણ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર છવાયેલી આ યુવતીનું નામ હોલી હોર્ન (holly h) છે, જે બ્રિટનની સૌથી મોટી સુપરસ્ટાર બની ચૂકી છે. આકર્ષક હોઠ, પહોળી ભૂરી આંખો અને મેનિક્યોર કરાયેલ નખની સાથે તે પોતાના માથાને કેમેરા તરફ ફેરવીને નીચે વળીને જ્યારે સિટી વગાડે છે, તો તેના લાખો-કરોડો ચાહકો પાગલ થઈ જાય છે.

તેનો ટિકટોક વીડિયો 15 સેકન્ડમાં જ પૂરો થઈ જાય છે. પંરતુ લોકોની વચ્ચે તેની અપીલ ચોંકાવનારી છે. તેની આ નાનકડી વીડિયો ક્લિપ 7.72 કરોડવાર જોવાઈ છે. જે ગત વર્ષ ટિકટોક પર અપલોડ કરવામાં આવી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

i felt this on a level

A post shared by Holly H (@hollyh) on

મેઈલ ઓનલાઈનના રિપોર્ટ અનુસાર, બીબીસીના સ્ટ્રીક્લી કમ ડાન્સિંગના નિર્માતા પોતાના પ્રતિ એપિસોડ પર એક કરોડ વ્યૂઅર્સ મેળવી લે છે. 

DPS પરિસરમાંથી નફફ્ટ નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી, આશ્રમ ફરી વળશે બૂલડોઝર

અભૂતપૂર્વ સુપરસ્ટારડમ
આ વીડિયોએ ઈન્ટરનેટ પર હોલીને અભૂતપૂર્વ સુપરસ્ટારડમ આપ્યુ છે. તેની આ સફળતા પર જે સૌથી વધુ ખુશ છે, તે છે તેની માતા જોડી. તેની 46 વર્ષીય માતા જોડીએ ધ મેઈલને જણાવ્યું કે, ઈમાનદારીથી કહું તો આ બધુ બહુ જ અજીબ છે. પરંતુ મારી દીકરી આ કામથી રૂપિયા કમાવી રહી છે. તેથી અમે પણ તેને સાથ આપીએ છીએ. આ એક આકર્ષક કરિયર છે, જેનું આશ્ચર્ય મને પણ થાય છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💖✨

A post shared by Holly H (@hollyh) on

આલિશાન ઘરમાં રહે છે યુવતી
હોલી અત્યાર સુધી તો પોતાના ભાઈ-બહેન મેગન (19 વર્ષ) અને ફીનિક્સ (12 વર્ષ)ની સાથે પોતાના પરિવાર સાથે રહેતી હતી. પરંતુ હવે એડ એજન્સીઓ અને એજન્ટ્સને મળવા માટે તે પોતાના પરિવાર સાથે મળવા માટે લંડનની નજીક વેસ્ટ સસેક્સમાં ચાર બેડરૂમના ઘરમાં શિફ્ટ થઈ છે. તે જ્યારે કોઈ કાર્યક્રમમાં હોય છે, ત્યારે તેની સાથે બોડીગાર્ડની ટીમ સાથે રહે છે. પોતાની સફળતા પર હોલી કહે છે કે, આ બહુ જ સારી તક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news