TikTok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, 12GB રેમ સાથે આ છે ખાસ
Tik Tok એપ ખૂબ પોપ્યુલર થઇ છે અને હવે ફેસબુકની પણ રાઇવલ બની ચૂકી છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને તેને કંપનીએ Smartisan બ્રાંડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું નામ Smartisan Jianguo Pro 3 રાખવામાં આવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: Tik Tok એપ ખૂબ પોપ્યુલર થઇ છે અને હવે ફેસબુકની પણ રાઇવલ બની ચૂકી છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને તેને કંપનીએ Smartisan બ્રાંડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું નામ Smartisan Jianguo Pro 3 રાખવામાં આવ્યું છે.
Tik Tok ના Smartisan Jiagua Pro 3 માં Qualcomm નું ફ્લેગશિપ પ્રોસેસર– Qualcomm Snapdragon 855 Plus આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 12GB રેમ સાથે 256GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં ચાર રિયલ કેમેરા આપવામાં આવ્યા છે.
Smartisan Jianguo Pro 3 માં 6.39 ઇંચની ફૂલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે અને એ એચડી પ્લસ છે. ફોનમાં ચાર રિયર કેમેરા છે અને સેલ્ફી માટે સિંગલ ફન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કેમેરા સેટઅપ વાત કરીએ તો પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો છે અને આ Sony IMX586 સેન્સર છે. બીજો લેન્સ 13 મેગાપિક્સલનો છો અને આ વાઇડ એંગલ છે, ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો છે અને આ ટેલીફોટો છે અને ચોથો લેન્સ મેગાપિક્સલનો છે જે ડેડિકેટેડ છે મેક્રો શોટ્સ માટે.
આ સ્માર્ટફોનમાં બેજલ લેસ ડિસ્પ્લે આપવામાં આવી છે અને ફ્રન્ટમાં ટિયર ડ્રોપ નોચ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 4,000mAh ની બેટરી છે અને તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બેસ વેરિએન્ટમાં 8GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે, બીજા વેરિએન્ટમાં 8GB રેમ સાથે 256GB રેમ આપવામાં આવી છે અને ત્રીજું વેરિએન્ટ 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ આપવામાં આવી છે અને ત્રીજા વેરિએન્ટમાં 12GB રેમ સાથે 256GB મેમરી આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે