ઠાસરાના ધારાસભ્ય પર હુમલાનો ટિક ટોક વીડિયો વાયરલ

ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ડીએસપી ઓફિસ પહોંચ્યા હતા. ઠાસરાના ધારાસભ્ય ઉપર હુમલાના મામલે ટિક ટોક વિડિઓ બન્યો હતો. કોઈ ઈસમ દ્વારા વિડિઓ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. ટિક ટોકના માધ્યમથી ભરવાડ સમાજના નામે વિડિઓ બનાવ્યો હતો. અતો ખાલી ટ્રેલર છે.. હજુ ફિલ્મતો બાકી છે..નું સંગીત મૂકીને ધમકી આપી હતી. ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર પોલીસ આધિક્ષકની કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.

Trending news