Think before you call laborer News

AHMEDABAD: તમારા ઘરે મજુરને કામ કરવા બોલાવતા પહેલા વિચારજો, ઝાકીર શેખની ક્રાઇમબ્રાંચ
પાલડીમાં દિન દહાડે થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી દીધો છે. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાંચે ટેમ્પા ચાલકની ધરપકડ કરી. ટેમ્પા ચાલકની પુછપરછ ચોરીના 14 ગુનાનો ભેદ ઉકેલાયો. ટેમ્પાની આડમાં ચોરીને અંજામ આપતો હતો. આ ટેમ્પાચાલક સલીમ ઉર્ફે ઝાકીર ખાન શેખ જેણે મજૂરીના નામે પોંશ વિસ્તારમાં અનેક બંધ મકાનોમાં લાખો રૂપિયાની ચોરી અંજામ આપ્યો હતો. આરોપી પોતાની લોડિંગ રિક્ષા લઈને મજૂર બનીને ફરતો હતો. બંધ મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી રફુચક્કર થઈ જતો હતો. આજ પ્રકારે ધરણીધર દેરાસર નજીક એક ફ્લેટમાં વકીલના ઘરેથી 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પાનો નંબર મેળવી ટેમ્પા ચાલકની વટવાથી ધરપકડ કરવામાં આવી છે.
Jul 19,2021, 18:40 PM IST

Trending news