Thieves News

ચોર કોટવાલને દંડે? ચોરને પકડનારા વ્યક્તિની ચોર દ્વારા જ હત્યા કરી દેવાતા ચકચાર
રાત્રી કર્ફ્યુ હટતાની સાથે જ રંગીલુ રાજકોટ ફરી એક વખત રક્તરંજીત થયું છે. આજી જીઆઇડીસી રોડ પર મંગળવારે રાત્રે 11 જેટલા શખ્સોએ શેરડીનાં રસનાં ચિચોડા ચાલકને છરીનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પરપ્રાંતિય યુવાનનો મોબાઇલ ફોન ચોરીને ભાગતા જંગલેશ્વરનાં શક્તિ અને કૃપાલને મૃતક વ્યક્તિએ પકડ્યા હતા. પ્લાસ્ટિકનાં પાઇપથી ફટકારીને પરપ્રાંતિય યુવકને મોબાઇલ ફોન પરત કર્યો હતો. જો કે આ ઘટનાનો ખાર રાખીને આરોપીઓએ રાત્રે 11 શખ્સો અલગ અલગ ચાર મોટર સાયકલમાં આવી 9 છરીનાં ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે છ સગીર સહિત 8 શખ્સોની ધપકડ કરી લીધી છે. 
Mar 9,2022, 17:33 PM IST
હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી
ગુજરાતના અનેક જીલ્લામા આવેલ ડાયમંડ ઉદ્યોગના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત પાંચ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસે જૂનાગઢ વીસાવદર શહેરમાં આવેલ ખોડીયાર નામના હીરાના કારખાનામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે 5.15 લાખથી વધુ હીરા અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. હીરાના કારખાના મલિક પરષોત્તમ વીરડીયાએ વીસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી અને ફરીયાદી પરષોત્તમના જણાવ્યા અનુસાર ચોરી કરનાર શખ્સો કારખાનામાં આવેલ પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશીને કારખાના દરવાજો તોડી ઓફીસમાં ઘુસી ગયા હતા. ઓફીસમાં પડેલી તીજોરીને ગેસ કટરથી તોડીને તીજોરીમાં પડેલા હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. પરષોત્તમભાઈને સવારે જાણ થતા વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.
Sep 8,2021, 18:11 PM IST
AHMEDABAD માં ચાંદખેડા પોલીસ સુતી રહી અને ચોર મંદિરમાં કળા કરી ગયા,ગાર્ડને બંધક
શહેરના ચાંદખેડામાં સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને ધાડપાડુ ગેંગે મંદિરમાં લૂંટ ચલાવી ફરાર થયા છે. દોઢેક કલાક ગાર્ડને બાંધી રાખી ધાડ પાડી ગેંગના શખ્સો રાતના અંધારામાં ગૂમ થયા. જો કે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી, લૂંટ, હત્યા, મારમારી જેવી અનેક ગુનાહિત ઘટનાએ માઝા મુકી છે. તો બીજી તરફ પ્રજાના જાનમાલની સુરક્ષા કરતી પોલીસ લો એન્ડ ઓર્ડર જાણવી રાખવામાં નિષ્ફળ સાબીત થઇ હોય તેવુ લાગી રહ્યુ છે. ચાંદખેડામાં આવેલા એક શિવ મંદિરમાં ધાડપાડુ ગેંગે એક સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીને લૂંટ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચારમચી ગઇ છે. ફિલ્મી સ્ટાઇલથી ધાડપાડુ આવ્યા હતા અને સીક્યુરીટી ગાર્ડને બંધક બનાવી દીધો હતો. સીક્યુરીટી તરીકે ફરજ બજાવતા આશુતોષ શુક્લે આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 
Jul 30,2021, 21:15 PM IST
મોરબી જિલ્લો ચોર માટે સ્વર્ગ: ગણત્રીના સમયમાં 3 મંદિરોને નિશાન બનાવાતા ચકચાર
જિલ્લો જાણે કે તસ્કરો માટે સ્વર્ગ સમાન હોય તે પ્રકારે એક પછી એક મંદિરને નિશાન બનાવી રહ્યા છે. મંદિરમાં મોકળું મેદાન હોય તેમ એક પછી એક મંદિરની અંદર ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે. ટંકારા પંથકની અંદર આવતા ત્રણ મંદિરોને તસ્કરો દ્વારા નિશાન બનાવાયા હતા. ચોરી કરવામાં આવી હતી, ત્યાર બાદ હવે મોરબી તાલુકામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સ્વામીજી સહિતના લોકોને તેના રૂમમાં પૂરી દીધા બાદ તસ્કર દ્વારા અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણો તેમજ રોકડ રકમ ચોરી કરવામાં આવતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસનાં દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 
Jan 1,2021, 22:19 PM IST
પોલીસ ન પકડે તે માટે ચોરોનું અપડાઉન! ભાવનગરથી ચોરી કરવા માટે રિક્ષા લઇને આવતા અને...
Dec 14,2020, 22:46 PM IST

Trending news