અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ

અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ: 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકીના 3 સાગરીતોની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ ક્લોથ માર્કેટના 27 વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરનાર ટોળકી આખરે ઝડપાઇ છે. કાગડાપીઠ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપીને ઝડપી સંખ્યાબંધ ઠગાઈના ગુણાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક આરોપી તો નામ બદલી મહારાષ્ટ્ર રહેતો હોવાનુ સામે આવ્યું છે. આરોપીઓએ બીજા વેપારીઓને પણ ઠગ્યા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મૂળદિલ્હીનો અજય મુરલીધર કોડવાણી તથા ઇરફાન શબુલભાઇ અંસારીએ અલગ અલગ પેઢીઓ બનાવી હતી. તેઓ પોતાના કાપડના એજન્ટ મારફતે મોટા પ્રમાણમાં ખરીદી કરતા હતા અને ચેક આપતા હતા. ત્યારબાદ ચેક રિર્ટન થાય પછી વેપારીઓ સાથે સંપર્ક રાખવાનું ટાળતા અને આમ જ આ ટોળકીએ  27 વેપારીઓને ઠગ્યા હતા. જેથી કાગડાપીઠ વિસ્તારમાં વર્ષ 2019માં જુદી જુદી ત્રણ ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. જેથી આ મામલે છેલ્લા દોઢ વર્ષથી પોલીસ આરોપીઓની શોધમાં લાગી હતી.

પોલીસને આરોપીઓ મહારાષ્ટ્ર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમ તપાસ માટે મહારાષ્ટ્ર પહોંચી હતી. જેમાં મનોહર પરષોત્તમ લાલવાણીને ઝડપી લીધો હતો. તે મહારાષ્ટ્રમાં અલગ નામ ધારણ કરી રહેતો હતો. ત્યારબાદ મુખ્ય કાવતરાખોર અજય કોડવાણી અને ઇરફાનને પણ પોલીસે ઝડપી લીધા હતા. હાલ આરોપીઓના કોવિડ ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ તેમની વિધીવત ધરપકડ કરવામાં આવશે અને પછી પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news