તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે

ચોરી કરવાનો નવો કીમીયો શોધી કાઢતા ચોર જૂનાગઢ શહેરમાં તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી ઘરમાંથી લાખો રૂપીયાનું સોનુ ઉઠાવી જનાર આંતર રાજ્ય ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે મૂળ સુરતના બંને શખ્સોને ઝડપી પાડ્યાં હતા.તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી શહેરના શેરી મોહલામાં ફેરી કરીને અનેક ઘરોમાંથી સોનુ ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વૃધે ફરીયાદ નોંધાવી હતી.
તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે

જૂનાગઢ: ચોરી કરવાનો નવો કીમીયો શોધી કાઢતા ચોર જૂનાગઢ શહેરમાં તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી ઘરમાંથી લાખો રૂપીયાનું સોનુ ઉઠાવી જનાર આંતર રાજ્ય ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે મૂળ સુરતના બંને શખ્સોને ઝડપી પાડ્યાં હતા.તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી શહેરના શેરી મોહલામાં ફેરી કરીને અનેક ઘરોમાંથી સોનુ ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વૃધે ફરીયાદ નોંધાવી હતી.

જેમાં પોતાના ઘરમાં તાળાની ચાવી બનાવા આવેલ બે શખ્સો સોનું ચોરી ગયાની ફરીયાદ પોલીસને કરી હતી, ત્યારે જૂનાગઢ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી હતી. જેમાં બસ સ્ટેન્ડ પાસે એક હોટલમાં ઉતર્યાનું સામે આવ્યું હતું. ત્યારે હોટલના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી બંને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જોષીપુરા વિસ્તારમાંથી ફેરી કરતા બંને શખ્સો ઝડપાઇ ગયા હતા. 

ઝડપાયેલ આરોપી મૂળ સુરતના કડોદરા ગામના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું હતું. ચોરીની ઘટના મામલે જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ઝડપાયેલ ચોરીના આરોપી આંતર રાજ્ય ગેંગના સાગરીતો છે. હાલ બંને શખ્સો પાસેથી ચોરી કરેલ 14 તોલા સોનુ જેની કીંમત રૂપીયા 6,20,360 નું કબ્જે કરવામાં આવ્યું હતું. જયારે ઝપાયેલ આરોપી અમ્રતસીંગ ઓમકાર ચીકલીકર તેમજ પરબતસીંગ દિલીપસીંગ ચીકલીકરની વધુ પૂછપરછની તપાસમાં તેની સામે ચોરીના 16 ગુનાહ નોંધાઈ ચુક્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાતના સુરત, રાજકોટ અને જૂનાગઢમાં ચોરી કર્યાનું સામે આવ્યું હતું. આંતરરાજ્યમાં ચોરી કરનાર બંને શખ્સોએ અનેક ઘરોને નીશાન બનાવી લાખો રૂપીયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને શખ્સોને કોર્ટમાં રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news