વાયરલ ન્યૂઝ: ચોરો માટે નોકરી, દુકાનની માલિક આપશે 4500 રૂપિયા પ્રતિ કલાક

ઇગ્લેન્ડમાં એએક કપડાની દુકાનની મહીલા માલિકને ચોર જોઇએ છે. તે તેના માટે દર કલાકે 4500 રૂપિયા પગારના રૂપમાં આપવા માટે પણ તૈયાર છે.

વાયરલ ન્યૂઝ: ચોરો માટે નોકરી, દુકાનની માલિક આપશે 4500 રૂપિયા પ્રતિ કલાક

સમાચારોથી અલગ છે. જો તમારી નજરમાં કોઇ હોશિયાર ચોર છે, તો તેને આ વિશે જણાવી શકો છો. ચોરો માટે નોકરીની ઓફર છે. તે પણ ઇગ્લેન્ડથી. ઇગ્લેન્ડમાં એએક કપડાની દુકાનની મહીલા માલિકને ચોર જોઇએ છે. તે તેના માટે દર કલાકે 4500 રૂપિયા પગારના રૂપમાં આપવા માટે પણ તૈયાર છે.

જેના ત્યાં નકોરી, ત્યાંજ કરવી પડશે ચોરી
આ રસપ્રદ દુકાનની માલિકે હાલમાં બાર્ક ડોટ કોમ પર આ જોબ ઓફર પોસ્ટ કરી છે. તેમાં તેણે જણાવ્યું છે કે ચોરને એક કલાકના 64 ડોલર એટલે કે લગભગ 4500 રૂપિયા મળશે. ચોરને દર કલાકે તેની દુકાનમાં ચોરી કરવાની રહશે. શું થયું વિચારમાં પડી ગાય કે શા માટે કોઈ પોતાની દુકાનમાં ચોરી કરાવે? હકીકતમાં આ મહિલા દુકાનદાર ચોરીની ઘટનાઓથી પરેશાન થઇ ગઇ છે. એવામાં તે પહેલા ચોરથી ચોરી કરાવશે, પછી તેને પૂછશે કે તેણે ચોરી કેવી રીતે કરી. જેના કારણે ભવિષ્યમાં દુકાનની તે સુરક્ષા ખામીને દુર કરવામાં આવી શકે.

આ માટે આપી રહી છે આવી જોબની ઓફર
મહિલા દુકાનદારે તેનું નામ જાહેર કર્યું નથી. તેણે લખ્યું છે કે, હું જાણું છું કે આ એક અલગ બાબત છે. પરંતુ વેકેશનમાં અમારી દુકાનમાં ચોરીની ઘટનાઓ વધી જાય છે. આવું ઘણા વર્ષોથી થઇ રહ્યું છે. તેથી હું તેનાથી છુટકારો મેળવવા માગું છું. પ્રોફેશનલ ચોરની મદદથી હું તે સમજાવા માગું છું કે સુરક્ષામાં શું ખામી છે.

દુકાનમાં છે તમામ સુરક્ષાની વ્યવસ્થા
મહિલાએ આ પણ જણાવ્યું કે તેની દુકાનમાં સીસીટીવીથી લઇ તમામ સુરક્ષાની વ્યવસ્થા છે. તેમ છતાં, આ જોબ ઓફર ઘણી વાયરલ થઇ રહી છે. બ્રિટિશ સમાચાર મિરરે બોર્ક ડોટ કોમના કો-ફાઉન્ડર ફેય ફેલરથી વાત કરી હતી. તેણે કહ્યું કે, આ જોબ ઓફર થોડી અલગ જરૂર છે, પરંતુ અમને આશા છે કે મહિલાને ઇચ્છિત કર્મચારી મળી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news