અમદાવાદ: CCTV કેમેરા પર કલર સ્પ્રે મારી, ગેસ કટરથી ATM કાપ્યું અને કરી લાખોની ચોરી

અમદાવાદના નોબલ નગર વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. જોકે વહેલી સવારે પોલીસને જાણ થતા પોલીસ સીસીટીવીના આધારે એટીએમ તોડનાર ગેંગને શોધવા કામે લાગી હતી. 
 

અમદાવાદ: CCTV કેમેરા પર કલર સ્પ્રે મારી, ગેસ કટરથી ATM કાપ્યું અને કરી લાખોની ચોરી

મૌલિક ધામેચા/અમદાવાદ:  અમદાવાદના નોબલ નગર વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરોએ એટીએમ તોડી લાખોની મત્તા લઇ ફરાર થઇ ગયા હતા. જોકે વહેલી સવારે પોલીસને જાણ થતા પોલીસ સીસીટીવીના આધારે એટીએમ તોડનાર ગેંગને શોધવા કામે લાગી હતી. 

નોબલ નગર વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમ નજીકમાં સામાન્યરીતે મંદિરના કારણે ઘસારો વધુ રહેતો હોય છે. પરંતુ મોડી રાત્રે લૂંટના ઇરાદે આવેલા તસ્કર ટોળકી ગણતરીની મિનિટોમાં એટીએમ તોડી લાખોની મત્તા લઇ ફરાર થઇ ગઇ હતી. એસબીઆઇના અધિકારીઓને આ અંગેની જાણ થતાં તાત્કાલિક એટીએમ પાસે દોડી આવી પોલીસને જાણ કરી હતી. 

મળી રહેલી માહિતી અનુસાર આ એટીએમ મંગળવારની સાંજે લોડ કરવામાં આવ્યું હતું. જેમાંથી સાત લાખથી વધુની રકમ તસ્કરો લઈ અને ફરાર થઈ ગયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પ્રોફેશનલ ગેંગ દ્વારા એટીએમને ગેસ કટરથી તોડી લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે આસપાસના લોકોને તેની જાણ ન થાય તે માટે પહેલેથી જ સીસીટીવી પર કલર સ્પ્રે મારી દેવામાં આવ્યો હતો.

સરહદ પર તંગ માહોલને કારણે કોંગ્રેસની CWCની બેઠક કેન્સલ, નહિ આવે રાહુલ-પ્રિયંકા

જોકે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરામાં પણ તસ્કરો કલર સ્પ્રે કરી પોતાની કરતૂતોને ઢાંકવા માંગતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. હાલ પોલીસ માની રહી છે કે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તસ્કર ટોળકીએ ગેસ કટરથી આ કોઈ મશીન કાપી એટીએમમાં રહેલા સાત લાખથી વધુની રકમ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે પોલીસને સીસીટીવીમાં પણ એક શખ્સ મોઢે બુકાની બાંધી સીસીટીવી કેમેરામાં કરતા નજરે પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news