હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી

ગુજરાતના અનેક જીલ્લામા આવેલ ડાયમંડ ઉદ્યોગના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત પાંચ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસે જૂનાગઢ વીસાવદર શહેરમાં આવેલ ખોડીયાર નામના હીરાના કારખાનામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે 5.15 લાખથી વધુ હીરા અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. હીરાના કારખાના મલિક પરષોત્તમ વીરડીયાએ વીસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી અને ફરીયાદી પરષોત્તમના જણાવ્યા અનુસાર ચોરી કરનાર શખ્સો કારખાનામાં આવેલ પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશીને કારખાના દરવાજો તોડી ઓફીસમાં ઘુસી ગયા હતા. ઓફીસમાં પડેલી તીજોરીને ગેસ કટરથી તોડીને તીજોરીમાં પડેલા હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. પરષોત્તમભાઈને સવારે જાણ થતા વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.
હીરા ઉદ્યોગમાં તરખાટ મચાવનારા કુખ્યાત ચોર ટોળકી આખરે જૂનાગઢ પોલીસે ઝડપી

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : ગુજરાતના અનેક જીલ્લામા આવેલ ડાયમંડ ઉદ્યોગના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહીત પાંચ શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસે જૂનાગઢ વીસાવદર શહેરમાં આવેલ ખોડીયાર નામના હીરાના કારખાનામાં ગત 3 સપ્ટેમ્બર ના રોજ મોડી રાત્રે 5.15 લાખથી વધુ હીરા અને રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી હતી. હીરાના કારખાના મલિક પરષોત્તમ વીરડીયાએ વીસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધી અને ફરીયાદી પરષોત્તમના જણાવ્યા અનુસાર ચોરી કરનાર શખ્સો કારખાનામાં આવેલ પાછળની દીવાલ કૂદી અંદર પ્રવેશીને કારખાના દરવાજો તોડી ઓફીસમાં ઘુસી ગયા હતા. ઓફીસમાં પડેલી તીજોરીને ગેસ કટરથી તોડીને તીજોરીમાં પડેલા હીરા અને રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. પરષોત્તમભાઈને સવારે જાણ થતા વિસાવદર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી.

વિસાવદરમાં ખોડીયાર નામના ડાયમંડ કારખાનામાં ચોરી ઘટના જાણ થતા પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી. પોકેટ કેપ અપીલીકેશનના આધારે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેસ કટરથી હીરાના કારખાનામાં ચોરી થઇ છે. તે આરોપીની શોધખોળ કરી તપાસ શરૂ કરી હતી. ત્રણ દિવસની મેહનતના અંતે ગુજરાત સહીત અનેક જીલ્લા માં ડાયમંડના કારખાનામાં હીરાની ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર પરેશ પટેલની ઝડપી લેવામાં આવ્યો હતો. 

પરેશ પટેલ છેલ્લા 25 વર્ષથી ડાયમંડના કારખાનામાં હીરા ચોરી કરવામાં માહીર છે. તમામ જગ્યાએ ગેસ કટરથી તીજોરીને તોડીને હીરા અને રોકડ રકમની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ચોરીનો મુખ્ય સૂત્રધાર પરેશ પટેલ ઉપર કુલ અલગ અલગ જીલ્લાના 9 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. સુરત, વલસાડ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, ઉપલેટા અને જૂનાગઢમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રાજ્યભરમાં ડાયમંડની ચોરી કરનાર ગેંગના અન્ય આરોપી સુરેશ રમણીક વડગામા (રે, રાજકોટ) અને ભાસ્કર રામભાઈ મકવાણા રાજકોટ તેમજ હિતેશ પ્રદીપ દાસાણી શાપર વેરાવળ ઝડપી લેવામાં આવ્યો છે. જયારે સંજય હીરા ગરીયાને અમરેલી કુંકાવાવ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાહ હેઠળ ઝડપી લેવાનો બાકી છે.

જૂનાગઢ એસપીએ વધુ જણાવ્યું કે, હીરાની ચોરીમાં આરોપી પાસેથી હીરા નંગ 1932 જેની કિંમત 71 હજાર, હીરાનો વજન કરવાની કાંટી કિંમત 18 હજાર, ચોરીના ગુનાહમાં વપરાયેલ રીક્ષા કિંમત 1 લાખ, ગેસ કટરના સાધનો કિંમત 3 હજાર, મોબાઈલ ફોન નંગ 7 કિંમત 18 હજાર અને તેની સાથે 5580 રૂપીયા કબ્જે કરી કુલ હીરા અને મુદામાલ મળી 6.15 લાખ કબ્જે કરવામાં આવ્યા. હાલ પોલીસે તમામ આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. અન્ય જિલ્લા માં કરેલી ચોરી નો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news