Speak out against News

વડોદરામાં રખડતા ઢોર મુદ્દે BJP ના પોતાના જ કોર્પોરેટરે કોર્પોરેશન વિરુદ્ધ બોલતા સોપો
સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક છે, ત્યારે વડોદરા પાલિકાની સભામાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપના જ કોર્પોરેટરે પાલિકાની પોલ ખોલતી રજૂઆત કરતા સભામાં સોંપો પડી ગયો હતો. ભાજપના કોર્પોરેટરે પશુપાલક અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે મીલીભગતનો આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પાલિકાની સભા સયાજીરાવ નગર ગૃહમાં મળી, જેમાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપ કોર્પોરેટર રણછોડ રાઠવાએ પાલિકાની ઢોર પાર્ટીની, દબાણ શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. રણછોડ રાઠવાએ કહ્યું કે ઢોર પાર્ટીની ટીમ પશુપાલકોને વોટસ એપ પર ક્યાં ઢોર પકડવા આવવાના છે, તેની માહિતી આપી દે છે, જેથી ઢોર પકડાતા નથી. ઢોર પાર્ટીની ટીમના સભ્યો ફૂટેલા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. 
Aug 11,2021, 21:54 PM IST

Trending news