Shukra rashi parivartan News

બુધ અને શુક્રની ચાલમાં પરિવર્તનથી આ જાતકોને થશે ફાયદો, ધનલાભ અને પ્રગતિનો યોગ
જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને શુક્રને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. બુધ દેવને બુદ્ધિ, તર્ક, સંવાદ, ગણિત, ચતુરતા અને મિત્રતાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. બુધ દેવને રાજકુમાર પણ કહેવામાં આવે છે. તો શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, પ્રતિષ્ઠા, કલા, પ્રતિભા, સૌંદર્ય, રોમાન્સ, કામ-વાસના અને ફેશન-ડિઝાઇનિંગનો કારક ગ્રહ છે. શુક્ર, વૃષભ અને તુલા રાશિનો સ્વામી હોય છે અને મીન તેની ઉચ્ચ રાશિ છે. જ્યારે કન્યા તેની નીચ રાશિ છે. આવનારા દિવસોમાં બુધ અને શુક્રની ચાલ બદલવા જઈ રહી છે. 25 એપ્રિલે બુધ મીન રાશિમાં માર્ગી થશે. ત્યારબાદ 28 એપ્રિલે શુક્ર મેષ રાશિમાં અસ્ત થઈ જશે. બુધ અને શુક્રની ચાલ બદલવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થશે. જાણો આ બંને ગ્રાહકોની ચાલ બદલવાથી કયાં જાતકોનું ભાગ્ય ચમકશે. 
Apr 24,2024, 13:53 PM IST

Trending news