Bank Holidays: 31 ડિસેમ્બરે ક્યા ક્યાં બંધ રહેશે બેંકો? એક ક્લિકે જાણો બેંકોમાં રજાઓનું લિસ્ટ
Bank Holidays on New Year Eve: 31 ડિસેમ્બરે વર્ષ 2024 પુરું થઈ રહ્યું છે અને એવામાં બેંક ક્યાં બંધ રહેશે? આવો જાણીએ કે નવા વર્ષના અવસરે બેંકોમાં રજા ક્યાં ક્યાં છે?
Trending Photos
Bank Holidays on New Year Eve: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહિનાની શરૂઆત પહેલા રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. ડિસેમ્બર મહિનાની રજાઓની યાદીમાં નવા વર્ષની રજાઓની સૂચિ પણ સામેલ છે. નવા વર્ષ પહેલા 31 ડિસેમ્બરે કેટલાક રાજ્યોમાં માત્ર બેંકો જ નહીં પરંતુ શાળાઓ, કોલેજો અને ઓફિસો પણ બંધ છે. સરળ શબ્દોમાં કહીએ તો કેટલાક રાજ્યોમાં નવા વર્ષ નિમિત્તે સરકારી રજા છે. ચાલો જાણીએ કે દેશના કયા રાજ્યોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બેંકમાં રજા છે?
31 ડિસેમ્બર 2024ના રોજ બેંકોમાં રજા રહેશે કે નહીં?
1 જાન્યુઆરી 2025ના રોજ દુનિયાભરમાં નવા વર્ષનો જશ્ન થઈ રહ્યો હશે, તો તેની તૈયારી એક દિવસ પહેલા એટલે કે 31 ડિસેમ્બર મંગળવારથી શરૂ થઈ જાય છે. એવામાં વર્ષના અંત પહેલા અમુક રાજ્યોમાં અવકાશ છે. અલગ અલગ રાજ્યોમાં 31 ડિસેમ્બરે બેંક બંધ અને ખુલ્લી રહેશે.
31 ડિસેમ્બરે અહીં બંધ રહેશે બેંક
ભારતીય રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર નવા વર્ષ પહેલા એટલે કે 31 ડિસેમ્બરે આઈજોલ અને ગંગટોકમાં બેંક બંધ રહેશે. અહીં નવા વર્ષની પૂર્વસંધ્યા/લોસોન્ગ/નામસોંગના કારણે બેંકોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, દેશના બીજા શહેરોમાં વર્ષ 2024ના છેલ્લા દિવસે બેંક ખુલ્લી રહી શકે છે.
31 ડિસેમ્બરે આ રાજ્યોમાં છે સરકારી રજા
31 ડિસેમ્બરે દેશના અમુક રાજ્યોમાં બેંક સિવાય સ્કૂલ અને કોલેજ બંધ રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડું અને પશ્ચિમ બંગાળમાં 31 ડિસેમ્બરે પબ્લિક હોલિડે છે.
તમને જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાં 31 ડિસેમ્બરે એક રાષ્ટ્રીય અવકાશ નથી. જોકે, સાર્વજનિક અવકાશની જાહેરાત થતાં રાજ્યોમાં સ્કૂલ, કોલેજ, ઓફિસ અને બેંક વગેરે બંધ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે