2 ઓક્ટોબરથી આ લોકો રાજા જેવું જીવન જીવશે, શુક્ર અપાવશે અપાર સંપત્તિ અને સફળતા

Shukra Gochar 2023 in Singh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 2 ઓક્ટોબરે સંપત્તિ, વૈભવ, કીર્તિ, ધનનો કારક શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની સ્થિતિમાં આ મોટો ફેરફાર છે. 

સૂર્યની રાશિમાં શુક્રનો પ્રવેશ

1/5
image

સામાન્ય રીતે શુક્ર ગ્રહ 23 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. આ સમયે શુક્ર કન્યા રાશિમાં છે અને 2 ઓક્ટોબરે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. ઓક્ટોબર 2023ની શરૂઆતમાં શુક્રનું ગોચર  મહત્વનું રહેવાનું છે. 

ત્રણ જાતકોનું ભાગ્ય ચમકી જશે

2/5
image

શુક્રના રાશિ પરિવર્તનથી દરેક રાશિના જાતકો પર અસર પડશે. પરંતુ ત્રણ જાતકોને શુક્ર ગોચર, અપાર ધન, સંપત્તિ આપી શકે છે. આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. આવો જાણીએ કોના માટે ઓક્ટોબર મહિનો શુભ રહેવાનો છે. 

વૃષભ રાશિ

3/5
image

વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ગોચર શુભ છે. આ લોકો નવી સંપત્તિ, ગાડી ખરીદી શકે છે. જીવનમાં ધન, સંપત્તિ વધશે. કોઈ કમી રહેશે નહીં. અચાનક ધનલાભ થવાથી તમારૂ બેન્ક બેલેન્સ વધશે. 

સિંહ રાશિ

4/5
image

શુક્ર ગોચર કરી સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે અને આ જાતકોને ખુબ લાભ આપશે. આ જાતકોની કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. તેના અટવાયેલા કામ પૂરા થશે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. 

તુલા રાશિ

5/5
image

તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને શુક્ર ગોચર તુલા રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ લોકોની આવકના સાધન વધશે. નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં લાભ વધશે. તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આપશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)