વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!

Shukra Gochar 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શુક્ર દેવ 10 વખત પોતાની ચાલ બદલશે. નવા વર્ષમાં શુક્રના ગોચરથી 3 રાશિના લોકોને જબરદસ્ત લાભ મળશે.

વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!

Shukra Gochar 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ કહેવામાં આવે છે. તેની સાથે શુક્રને ધન, વૈભવ, ઐશ્વર્ય, સુખ, ધન-સંપત્તિ, લવ લાઈફ અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની ચાલમાં ફેરફાર કરે છે તો તેની અસર તમામ રાશિઓ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શુક્ર ગ્રહ 10 વખત પોતાની ચાલ બદલશે. નવા વર્ષમાં શુક્રની ગતિ 10 વખત બદલવી એ કેટલીક રાશિઓ માટે ખાસ માનવામાં આવે છે.

મેષ રાશિ
વર્ષ 2025માં શુક્રનું ગોચર મેષ રાશિ માટે ખાસ માનવામાં આવે છે. નવા વર્ષમાં મેષ રાશિના જાતકો પ્રગતિ શરૂ થશે. વેપારની દૃષ્ટિએ પણ શુક્રનું ગોચર શુભ રહેશે. વેપારમાં જબરદસ્ત નફો પ્રાપ્ત કરવાની ઘણી તકો મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારી અને લાભદાયક તક મળશે. કોઈ મોટી બીમારીથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ ખૂબ જ ખાસ છે. વેપાર કરનારાઓને અદ્ભુત ફાયદો થશે. મનગમતી પ્રોપર્ટી ખરીદી શકો છો. દેવા અથવા લોનની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળશે. કાર્યસ્થળ પર કામનું દબાણ ઓછું થશે. વિવાહિત લોકોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

ધન રાશિ
વર્ષ 2025માં શુક્રનું ગોચર ધનુ રાશિના લોકો માટે પણ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. આ વર્ષે શુક્રનું ગોચર જીવનમાં હકારાત્મક અસર કરશે. શુક્ર દેવની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વેપારી લોકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સકારાત્મક સુધારો જોવા મળશે. નવા વર્ષમાં તમે તમારું પોતાનું વાહન અથવા ઘર ખરીદી શકો છો. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીયાત લોકોને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

2025માં શુક્ર ક્યારે-ક્યારે બદલશે ચાલ
ધનનો કારક શુક્ર ગ્રહ વર્ષ 2025માં 28 જાન્યુઆરી, 31 મે, 29 જૂન, 26 જુલાઈ, 21 ઓગસ્ટ, 15 સપ્ટેમ્બર, 9 ઓક્ટોબર, 2 નવેમ્બર, 26 નવેમ્બર અને 20 ડિસેમ્બરે પોતાની ચાલ બદલશે. નવા વર્ષમાં એટલે કે 2025માં શુક્ર કુલ 10 વખત રાશિ પરિવર્તન કરશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news