Gold Rate Today: ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે

Latest Gold Rate: અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા છે ત્યારથી સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ જાણીને દંગ રહી જશો. ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ. 

Gold Rate Today: ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે

અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા દરમિયાન ગ્લોબલ માર્કેટ અંગે અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે. જેનાથી સુરક્ષિત રોકાણ ગણાતા સોનાના ભાવ ચડવા લાગ્યા છે. સોના અને ચાંદીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તો તેજી છે જ પરંતુ ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સોનું 11 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયું છે. MCX પર ભાવ 79,400 ઉપર છે. આ વર્ષે અત્યાર સુધીમાં 3 ટકાથી વધુની તેજી આવી ચૂકી છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં ભાવ 2,770 ની નજીક છે. જે રેકોર્ડ ઊંચાઈના ભાવથી લગભગ $20 દૂર છે. 

MCX Gold-Silver Price
ઘરેલુ વાયદા બજાર MCX પર ગોલ્ડ 282 રૂપિયાની તેજી સાથે 79,506 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. જે કાલે 79,224 ના રેટ પર ક્લોઝ થયું હતું. જ્યારે વાયદા બજારમાં ચાંદી 371 રૂપિયાની તેજી સાથે 92,462 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહી હતી. કાલે તે 92,091 રૂપિયાના ભાવે ક્લોઝ થઈ હતી. 

સોનાના નવા ફંડામેન્ટલ્સ
હવે સોનાના ભાવને લઈને ટ્રમ્પની આર્થિક પોલીસી અને નબળો ડોલર ઈન્ડેક્સ મહત્વના છે. આર્થિક પોલીસીમાં અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણની માંગણી વધી છે. ડોલર ઈન્ડેક્સ 108 આસપાસ. અઠવાડિયામાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રમ્પની પોલીસે અને નબળા ડોલરથી ભાવ વધ્યા છે. આગામી મહિને ચીનના સામાનો પર 10 ટકા ટેરિફ સંભવ છે. હજુ આગળ 28-29 જાન્યુઆરીએ ફેડની પોલીસી બેઠક થવાની છે. જેમાં વ્યાજ દરોમાં કાપની શક્યતા નહીંવત જેવી છે. 

સોનાની માંગણી ઓછી?
ભારતમાં $15/ઔંસ ના ડિસ્કાઉન્ટ પર વેચાણ થઈ રહ્યું છે. હાજર બજારમાં જ્વેલરીની માંગણીમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવોમાં ભારે ઉતાર ચડાવથી કન્ઝ્યૂમર સેન્ટીમેન્ટ નબળી બનેલી છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 689 રૂપિયાના ઉછાળા સાથે 80,142 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. જે કાલે 79,453 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં આજે 634 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 91,167 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે 90,533 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) January 22, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/svTAfWqh6E

— IBJA (@IBJA1919) January 22, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news