આ મામલે ચીનને પણ પાછળ છોડી દેશે ભારત, UN રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

World Population Day: વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019 મુજબ હાલ ચીન 1.44 અબજની વસ્તી સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ભારત બીજા નંબરે છે. દુનિયાની કુલ વસ્તીમાં ચીનની 19 ટકા અને ભારતની 18  ટકા ભાગીદારી છે.

આ મામલે ચીનને પણ પાછળ છોડી દેશે ભારત, UN રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

World Population Day: દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની જો વાત કરીએ તો તેમાં ચીન અને ભારતના નામ ટોચ પર આવે. હાલ ચીન આ મામલે પ્રથમ ક્રમે છે. જ્યારે ભારત બરાબર તેના પછીના ક્રમાંકે છે. જો કે જે રીતે ભારતમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે તે જોતા આ સ્થિતિ બહુ લાંબો સમય નહીં રહે. સંયુક્ત રાષ્ટ્રએ આ મામલે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ આગામી વર્ષ સુધીમાં ભારત સૌથી વધુ વસ્તી ધરાવવા મુદ્દે ચીનને પણ પાછળ છોડીને પહેલા નંબરે પહોંચી શકે છે. 

વિશ્વ વસ્તી દિવસે UNFPA એ બહાર પાડેલા આંકડા મુજબ દુનિયાની કુલ વસ્તી હાલ 7 અબજ 95 કરોડ 40 લાખ છે. જેમાંથી 65 ટકા લોકો 15થી 64 વર્ષના છે. જ્યારે 65 વર્ષથી ઉપરના 10 ટકા અને 14 વર્ષથી ઓછી આયુવાળા લોકો 25 ટકા છે. સંસ્થાએ નવેમ્બર 2022 સુધીમાં દુનિયાની કુલ વસ્તી 8 અબજ સુધી પહોંચી જવાનો અંદાજો લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રના 2022 સુધીના આંકડા મુજબ ભારતની વસ્તી  1,380,004,385 છે. 

મહાદ્વિપો પ્રમાણે જોઈએ તો હાલ 4.7 અબજ વસ્તી સાથે એશિયા સૌથી ઉપર છે. સમગ્ર દુનિયામાં એકલા એશિયાની જ ભાગીદારી 61 ટકા છે. ત્યારબાદ આફ્રિકામાં 1.3 અબજ લોકો એટલે કે 17 ટકા વસ્તી વસે છે. આ ઉપરાંત યુરોપમાં 75 કરોડ એટલે કે 10 ટકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં 65 કરોડ એટલે કે 8 ટકા, ઉત્તર અમેરિકામાં 37 કરોડ અને ઓસિનીયામાં 4.3 કરોડ લોકો રહે છે. 

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019 મુજબ હાલ ચીન 1.44 અબજની વસ્તી સાથે પ્રથમ નંબરે છે. જ્યારે ભારત બીજા નંબરે છે. દુનિયાની કુલ વસ્તીમાં ચીનની 19 ટકા અને ભારતની 18  ટકા ભાગીદારી છે. રિપોર્ટ મુજબ વર્ષ 2023 સુધીમાં ભારતની ભાગીદારી ચીન કરતા વધી જશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે ચીનની વસ્તી વર્ષ 2019થી વર્ષ 2050 દરમિયાન 3.14 કરોડ એટલે કે લગભગ 2.2 ટકા ઘટી જશે. 

કેમ ઉજવાય છે વિશ્વ વસ્તી દિવસ
વર્ષ 1987માં 11 જુલાઈના રોજ દુનિયાની વસ્તી 5 અબજને પાર કરી ગઈ. દુનિયામાં વધતી જનસંખ્યાને જોતા જનસંખ્યા સંલગ્ન મુદ્દાઓ અને પર્યાવરણ, વિકાસ પર તેની અસરને લઈને દુનિયાભરના લોકોને જાગૃત કરવાની જરૂરિયાત અનેક સંગઠનોને મહેસૂસ થવા લાગી. ત્યારબાદ જ તેની શરૂઆત થઈ. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ(UNFPA) નું કહેવું છે કે વિશ્વ વસ્તી દિવસને માનવીય પ્રગતિના જશ્ન તરીકે ઉજવવો જોઈએ. લોકોએ સમસ્યા નહીં સમાધાન તરીકે જોવું જોઈએ. દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી વખતે એક થીમ રાખવામાં આવે છે. આ વખતે વિશ્વ વસ્તી દિવસની થીમ છે '8 અબજ લોકોની દુનિયા'. આ થીમ હેઠળ દરેક માટે સારું ભવિષ્ય નક્કી કરવા તરફ વધતા ડગ, જ્યાં તક હોય, અધિકાર હોય, અને બધાની પાસે પોતાની પસંદનો વિકલ્પ હોય, તેના પર કામ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news