Asaduddin Owaisi Attacks Mohan Bhagwat: મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર, કહ્યું- 'સૌથી વધુ કોન્ડોમ....'

RSS Chief On Population: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે RSS ના નાગપુર હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા વસ્તી નિયંત્રણ પર મોટું નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતના આ નિવેદન પર AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? 

Asaduddin Owaisi Attacks Mohan Bhagwat: મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીનો પલટવાર, કહ્યું- 'સૌથી વધુ કોન્ડોમ....'

RSS Chief On Population: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના અવસરે RSS ના નાગપુર હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા વસ્તી નિયંત્રણ પર મોટું નિવેદન આપ્યું હતું. RSS ચીફે કહ્યું હતું કે સરકારે એક એવી વસ્તી નિયંત્રણ નીતિ બનાવવી જોઈએ જે બધા પર બરાબર લાગૂ થાય. આ સાથે તેમણે કહ્યું કે વસ્તી નિયંત્રણમાં એક સંતુલન હોવું જોઈએ. તેના અસંતુલનથી પૂર્વ તિમોર અને દક્ષિણ સુડાન નામના નવા દેશ બની ગયા. મોહન ભાગવતના આ નિવેદન પર પલટવાર કરતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું. 

ઓવૈસીનું નિવેદન
ઓવૈસીએ એક જાહેર મંચ પર આરએસએસ ચીફના વસ્તી નિયંત્રણવાળા નિવેદનની ટીકા કરતા કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મુસ્લિમોની વસ્તી વધી રહી નથી, પરંતુ મુસલમાનોની વસ્તી ઘટી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સૌથી વધુ TFR (Total Fertility Rate) મુસ્લિમોનો ઘટ્યો છે. આ સાથે જ બે બાળકોના જન્મ વચ્ચે સમયગાળો સૌથી વધુ મુસ્લિમોનો હોય છે. સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ પણ મુસલમાનો જ કરી રહ્યા છે. AIMIM પ્રમુખે કહ્યું કે મોહન ભાગવત તેના પર વાત નહીં કરે. 

વધુ વિગતો માટે જુઓ Video

શું કહ્યું હતું ભાગવતે?
મોહન ભાગવતે કહ્યું હતું કે વધતી વસ્તીમાં અસંતુલન ભૌગોલિક સરહદોમાં ફેરફારનું મોટું કારણ બને છે. ત્યારે હવે જરૂરિયાત છે કે એવી એક વસ્તી નીતિ આવે જે બધા પર સમાન રીતે લાગૂ થાય અને કોઈને પણ તેના દાયરામાંથી બહાર રહેવાની છૂટ મળવી જોઈએ નહીં. ભાગવતે વધુમાં કહ્યું કે વસ્તી નિયંત્રણની સાથે સાથે ધાર્મિક આધાર ઉપર જનસંખ્યા સંતુલનને મહત્વ આપવું જોઈએ જેની અવગણના થવી જોઈએ નહીં. ચીનની વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 'જ્યાં આપણે વસ્તી નિયંત્રણની કોશિશ કરી રહ્યા છે ત્યારે આપણે જોવું જોઈએ કે ચીનમાં શું થઈ રહ્યું છે. તે દેશે વન ફેમિલી વન ચાઈલ્ડ નીતિને અપનાવી અને હવે તે વૃદ્ધ થઈ રહ્યો છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news