દુનિયામાં કેટલા છે પક્ષીઓ? કયા પક્ષીની કેટલી છે આબાદી? જાણો પક્ષીઓની દુનિયાની રોચક વાતો
Trending Photos
નવી દિલ્લીઃ સવારથી લઈને સાંજ સુધી આપણા આંગણામાં વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજથી માહોલ બની જાય છે. વિશ્વભરમાં કેટલાક પ્રકારના રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. પરંતુ શુ આપ જાણો છો કે દુનિયાભરમાં પક્ષીઓની આબાદી કેટલી છે. મનુષ્યની જેમ પક્ષીઓની પણ દુનિયા છે અને તેની પણ માહિતી પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કયા પક્ષીની કેટલી આબાદી છે.
બધા જ લોકોને ખબર હોવી જોઈએ પક્ષીઓની આબાદી-
વિવિધ પ્રકારના પક્ષીઓની પ્રજાતીઓની પણ ગણતરી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં એક પ્રજાતિના પક્ષીની આબાદી સૌથી વધુ છે. આ પક્ષી મુશ્કેલીથી જોવા મળે છે. આ પક્ષીની કેટલીક રિસર્ચ પણ થઈ ગઈ છે.
દુનિયાભરમાં આ પક્ષીની આબાદી સૌથી વધુ છે-
ધરતી પર કુલ 50 મીલિયન એટલે કે 5000 કરોડ પક્ષીઓની આબાદી છે. જોકે આ તમામમાંથી 4 પ્રજાતિના પક્ષીઓ એવા છે જેની આબાદી સૌથી વધુ છે. જેમાં પ્રથમ સ્થાન પર આવે છે ઘરેલુ ચકલી. એના પછી આવે છે યુરોપિયન સ્ટારલિંગ્સ, પછી આવે છે રિંગ બિલ્ડ ગુલ્સ, અને અંતિમ બાર્ન સ્વેલોસ. આ ચારેય પક્ષીઓની પ્રજાતિ 1000 કરોડથી પણ વધુ છે.
અલુપ્ત થવાના આરે છે પક્ષીઓની કેટલીક પ્રજાતિ-
પક્ષીઓની કેટલીક પ્રજાતિ એવી પણ છે જે હવે અલુપ્ત થવાના આરે છે. લગભગ 1180 પ્રજાતિ એવી છે જેના માત્ર હવે 5000 પક્ષીઓ જ હવે બચ્યા છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના પોસ્ટ ડોક્ટોરલ ફેલો કોરી કૈલગને પક્ષીઓની ગણતરી છે. કોરીએ જણાવ્યું કે પ્રકૃતિ હંમેશાથી દુર્લભ પ્રજાતિથી વધુ પ્રેમ કરે છે. એટલે જ તેના સંરક્ષણની વ્યવસ્થા ખુદ કરે છે.
24 વર્ષ પહેલા આટલી હતી આબાદી-
કોરીને સાથિયોની રિસર્ચમાંથી જાણવા મળ્યું કે ધરતી પણ પ્રત્યેક વ્યક્તિ પર 6 પક્ષીઓ છે. આ પહેલા પક્ષીઓની પ્રજાતિ પ્રમાણી ગણતરી 24 વર્ષ પહેલા થઈ હતી. ત્યારે જાણવા મળ્યું હતું પક્ષીઓની આબાદી 20થી 40 હજાર કરોડની આસપાસ છે. આંકડો ખુબ જ વધારે હતો જોકે આ વખતે ગણતરીમાં આંકડો ઘટી ગયો.
વિશ્વમાં કુલ 9700 પ્રજાતિના પક્ષીઓ-
કોરીએ સિટિઝલ સાયન્સ ડેટાથી પક્ષીઓના આંકડા શોધ્યા હતા. આ આંકડા ઓનલાઈન ડેટાબેઝ પર ઉપ્લબ્ધ છે. આ આંકડાના આઘારે તેઓએ એક મોડલ તૈયાર કર્યું. અને તેના વિશ્લેષણથી વિવિધ પ્રકારના પ્રજાતિના પક્ષીઓની સંખ્યાની જાણકારી મળી. આ મોડલથી 9700 પ્રજાતિ અને 5000 કરોડ પક્ષીઓ અંગે જાણકારી મળી.
બધા જ પક્ષીઓની સંખ્યા છે અલગ અલગ-
ઈંગ્લેન્ડની રોયલ સોસાયટી ફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સના રિચર્ડ ગ્રેગરીએ જણાવ્યું કે રેડ બિલ્ડ ક્યૂલિયાને ધરતી પર સૌથી વધુ આબાદી વાળુ પક્ષી માનવામાં આવે છે. કોરીએ અને તેમના સાથીઓની રિસર્ચમાં આ પક્ષીની આબાદી 9.50 કરોડ જણાવવામાં આવી છે.
મનુષ્યની મદદથી બચી શકે છે પક્ષીઓ-
કોરી ક્લૈગને જણાવ્યું કે મનુષ્ય ઈચ્છે તો પક્ષીઓની આબાદી બચાવી શકે છે. તેમાટે રિસર્ચ કરવાની જરૂર છે. અને પક્ષીઓની સંરક્ષણ માટે કેટલાક મહત્વની પગલા ભરવાની જરૂર છે. સૌથી પહેલા જંગલનો વિનાશ કરવાનું બંધ કરવું પડશે. એવી પણ કોઈ જગ્યા બનાવી શકાય જ્યાં પક્ષીઓ આરામથી જીવન વિતાવી શકે. તે પણ ધરતી પર જીવે છે એટલે તેમને મારવાની કે પછી તેમનું ઘર બરબાદ કરવાનો મનુષ્યને કોઈ અધિકાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે