સરરર દોડી રહ્યો છે સુરતનો સાયકલિંગ પ્રોજેક્ટ, જેના માટે શહેરને મળ્યો એવોર્ડ

સુરત શહેરની જો વાત કરીએ તો ગુજરાતની 60 લાખથી વધુ વસ્તી ઓ અહીં વસે છે અને તેમાં પણ 25 લાખથી વધુ વાહનોની રોજેરોજ અવરજવર હોય છે. સૌથી વધુ ટ્રાફિક પણ આ વાહનોના કારણે સુરત (Surat) માં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતો હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક ઓછો કરવા માટે સાયકલિંગ ફોર ચેન્જ (cycling for change) નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 102 જેટલાં શહેરોમાં તેનો સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં 102 પૈકી 25 પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી. બાદ માં 25 માંથી 11 જેટલા શહેરોને પ્રોજેકટ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં સુરતની પસંદગી થઈ છે. સાથે જ સુરત શહેરને રૂપિયા 1 કરોડનું અનુદાન પણ મળશે.

સરરર દોડી રહ્યો છે સુરતનો સાયકલિંગ પ્રોજેક્ટ, જેના માટે શહેરને મળ્યો એવોર્ડ
  • સુરતમાં 60 લાખ વસતી સામે ૨૦ લાખથી વધુ વાહનો રસ્તા ઉપર દોડી રહ્યા છે
  • પ્રદૂષણને અટકાવવા સુરત પાલિકા દ્વારા સાયકલ ફોર ચેન્જ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો 

ચેતન પટેલ/સુરત :સુરત શહેરની જો વાત કરીએ તો ગુજરાતની 60 લાખથી વધુ વસ્તી ઓ અહીં વસે છે અને તેમાં પણ 25 લાખથી વધુ વાહનોની રોજેરોજ અવરજવર હોય છે. સૌથી વધુ ટ્રાફિક પણ આ વાહનોના કારણે સુરત (Surat) માં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતો હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક ઓછો કરવા માટે સાયકલિંગ ફોર ચેન્જ (cycling for change) નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 102 જેટલાં શહેરોમાં તેનો સર્વે કરવામાં આવ્યો હતો. બાદમાં 102 પૈકી 25 પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી. બાદ માં 25 માંથી 11 જેટલા શહેરોને પ્રોજેકટ અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં સુરતની પસંદગી થઈ છે. સાથે જ સુરત શહેરને રૂપિયા 1 કરોડનું અનુદાન પણ મળશે.

સુરત શહેરની જો વાત કરીએ તો અહીં અલગ-અલગ શહેરો અને રાજ્યોમાંથી લોકો ધંધો વ્યવસાય કરવા માટે સ્થાયી થયા છે. જેમ જેમ લોકો અહીં આવતા ગયા તેમ તેમ તેની વસ્તીમાં પણ વધારો થતો ગયો. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો સુરતમાં 60 લાખ વસતી (population) સામે ૨૦ લાખથી વધુ વાહનો રસ્તા ઉપર દોડી રહ્યા છે. જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક તથા પર્યાવરણ પ્રદૂષણની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા સાયકલિંગ (cycling) ફોર ચેન્જનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. 

આ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર 102 જેટલાં શહેરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે પૈકી 25 જેટલા શહેરોને પ્રથમ પસંદગી કરવામાં આવી હતી અને બાદમાં આ 25 પૈકી 11 જેટલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં સુરત શહેરને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તથા રૂપિયા એક કરોડનું અનુદાન પણ આપવામાં આવશે. 

મહત્વની વાત છે કે સુરત શહેરમાં 52 કિલોમીટર વિસ્તારમાં સાયકલ ચેન્જ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આગામી સમયમાં 5 કિલોમીટરનો રૂટ હજી લંબાવવામાં આવશે. સૌથી વધુ સાયકલ શેરીંગ પણ સુરત શહેરમાં જોવા મળ્યું છે. રોજે રોજ 1600 થી વધુ લોકો સાયકલ શેરીંગ કરી રહ્યા છે. સાઇકલનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે. આ સાયકલમાં જીપીએસ પણ ફિટ કરવામાં આવ્યું છે. જેથી સાયકલ લેનાર ક્યાં જઈ રહ્યો છે તે જાણી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news