Mahabalipuram News

ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચી
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને જિનપિંગ વચ્ચે સવારે કોવલમના તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં  વાતચીત સાથે થઈ. આ બેઠક કોઈ પણ પ્રતિનિધિમંડળ વગર થઈ હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી સુધી બેસીને વાતચીત કરી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની આ બેઠક દરમિયાન નિવેદન બહાર પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-ચીન એક બીજાના મતભેદો  દૂર કરશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગતથી અભિભૂત છું. આ બેઠકમાં ચીન સાથે ભારતના 8 પ્રમુખ રણનીતિકારોએ વાતચીતમાં ભાગ ભજવ્યો હતો. 
Oct 12,2019, 13:26 PM IST

Trending news