PM મોદીએ શી જિનપિંગની ડિનર ડિપ્લોમસી, સંરક્ષણ-વેપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા
Trending Photos
ચેન્નાઇ : વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને રાત્રીભોજ આપી દેવાયું છે. મહાબલીપુરમમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક વાતચીત થઇ. બંન્ને વચ્ચે સંરક્ષણ, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત થઇ. બે દિવસનાં ભારતની મુલાકાત પર આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાંજે મહાબલીપુરમ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ. જિનપિંગના સ્વાગત માટે વડાપ્રધાન મોદી તમિલનાડુના પારંપારિક પરિધાન મુંડૂમાં છે.
નવી મુલાકાત, નવી શરૂઆત: PM મોદી- જિનપિંગની મુલાકાતથી પાકિસ્તાન ગભરાયું
વડાપ્રધાન મોદીએ જિનપિંગને અર્જુન તપસ્થળી અંગે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે મહાબલીપુરમમાં પંચ રથનું ભ્રમણ કર્યું. તેમણે ચીની રાષ્ટ્રપતિને આ દર્શનીય સ્થળ અંગે માહિતી આપી. બંન્ને નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત થઇ.
લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ
મહાબલીપુરમમાં શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વ્યાપક સ્તર પર તૈયારીઓ કરવામાં આવી છે. મહાબલીપુરમમાં પંચ રથ પાસે મોદી-જિનપિંગના સ્વાગત માટે બાગવાતી વિભાગનો એક વિશાળ ગેટ સજાવાયો હતો. આ સજાવટમાં 18 પ્રકારની શાકભાજી અને ફળોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ફળો અને શાકભાજીને તમિલનાડુનાં અલગ અલગ વિસ્તારોથી મંગાવવામાં આવ્યા છે. વિભાગનાં 200 સ્ટાફ મેંબર્સ અને ટ્રેની સાથે મળીને 10 કલાકથી વધારે સમય સુધી આ ગેટને સજાવવા માટે મહેનત કરી છે.
PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહાબલીપુરમમાં મુલાકાત, બંન્નેના વસ્ત્રોએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું
અંતિમ સમયે વુહાનમાં મળ્યા હતા મોદી-જિનપિંગ
આ અગાઉ વર્ષ 2018માં 27 અને 18 એપ્રીલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વુહાનમાં મળ્યા હતા. આ મુલાકે વર્ષ 2017માં ડોકલામ મુદ્દે ઉપજેલા કેટલાક વિવાદને ઘટાડવામાં ભુમિકા નિભાવી હતી. ત્યાર બાદથી આ આગામી બેઠક યોજાવા જઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે