શી જિનપિંગ-PM મોદીની મીટિંગ વખતે ચીની અખબારે કહ્યું-સફળ થઈ શકે છે 'મેક ઈન ઈન્ડિયા'

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે જો કે કહ્યું છે કે નવી દિલ્હી જો બેઈજિંગ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલે અને તેની સફળતામાંથી શીખી શકે તો ભારત દુનિયામાં વિનિર્માણનું કેન્દ્ર બની શકે છે અને મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવી શકે છે. 

શી જિનપિંગ-PM મોદીની મીટિંગ વખતે ચીની અખબારે કહ્યું-સફળ થઈ શકે છે 'મેક ઈન ઈન્ડિયા'

બેઈજિંગ: ભારતની મેક ઈન ઈન્ડિયા (Make in India)ને શરૂ થયે પાંચ વર્ષ વીતી ગયા હોવા છતાં વિનિર્માતા કંપનીઓએ ભારતમાં કારખાના લગાવવામાં કોઈ ખાસ રસ દેખાડ્યો નથી. ઉદાહરણ તરીકે ચીનથી પલાયન કરી રહેલી કંપનીઓ જેટલું વિયેતનામ જેવા નાના દેશ પર ભાર મૂકી રહી છે તેટલું ભારતમાં પગ પેસારો કરવામાં રસ નથી દાખવ્યો. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે જો કે કહ્યું છે કે નવી દિલ્હી જો બેઈજિંગ પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ બદલે અને તેની સફળતામાંથી શીખી શકે તો ભારત દુનિયામાં વિનિર્માણનું કેન્દ્ર બની શકે છે અને મેક ઈન ઈન્ડિયાને સફળ બનાવી શકે છે. 

એ વાતનો પણ સંકેત આપવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શિખર સમિટથી ભારત માટે આ ક્ષેત્રમાં સફળતા મેળવવાનો માર્ગ ઊભો થઈ શકે છે. 

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં કહેવાયું છે કે ભારત છેલ્લા કેટલાક વર્ષથી પોતાના વિનિર્માણ ક્ષેત્રને મજબુત બનાવવાની ચેષ્ટા કરી રહ્યું છે પરંતુ લોજિસ્ટિક સુવિધા, માનવ શક્તિ અને અન્ય પૂરક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા અપેક્ષા પ્રમાણે નહીં હોવાના કારણે તેને સફળતા મળી શકી નથી. 

લેખ મુજબ બંને દેશો વચ્ચે શિખર વાર્તાથી નવી દિલ્હીને આ હાલાત બદલવાની તક મળશે. ગત વર્ષે વુહાનમાં બંને દેશો વચ્ચેના સંબંધને ગાઢ બનાવવાની દિશામાં કરાયેલા પ્રયાસ બાદ જો નવી દિલ્હી વાસ્તવને આ મુલાકાતમાં વ્યવહારિક દ્રષ્ટિકોણથી લે તો મેક ઈન ઈન્ડિયાને હકીકતમાં બદલી શકાય છે. 

જુઓ LIVE TV

શી હાલ ભારત પ્રવાસે છે. ચેન્નાઈના મહાબલીપુરમમાં શુક્રવારે બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થઈ. અખબારના લેખમાં એ વાત પ્રત્યે ઈશારો કરાયો છે કે શી-મોદીની મુલાકાત દરમિયન શી તેમને વિનિર્માણના ક્ષેત્રમાં ચીનની સફળતાના મંત્ર બતાવશે. 

જાપાનની બ્રોકરેજ કંપની નોમૂરાના એક અભ્યાસના પરિણામો મુજબ એપ્રિલ 2018થી લઈને ઓગસ્ટ 2019 દરમિયાન ચીનથી 56 કંપનીઓનું પલાયન થયું જેમાંથી ફક્ત ત્રણ ભારત આવી જ્યારે સોથી વધુ 26 કંપનીઓએ વિયેતનામથી પોતાનો કારોબાર શરૂ કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news