UP Zila Panchayat Results: યૂપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીતથી ભાજપ ગદગદ, પીએમે CM યોગીને આપ્યો શ્રેય

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ 'યૂપી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય વિકાસ, જનસેવા અને કાયદાના રાજ માટે જનતા જનાર્દને આપેલા આશીર્વાદ છે. 

UP Zila Panchayat Results: યૂપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીતથી ભાજપ ગદગદ, પીએમે CM યોગીને આપ્યો શ્રેય

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કાયદાનું રાજ અને વિકાસ માટે જનતાએ આપેલા આશીર્વાદ છે. તેમણે યૂપી સરકારને શુભેચ્છા આપતા કહ્યુ કે તેનો શ્રેય મુખ્યમંત્રી યોગીની નીતિઓ અને પાર્ટીના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને જાય છે. 

75માંથી 67 સીટ પર ભાજપની જીત
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કહ્યુ 'યૂપી જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય વિકાસ, જનસેવા અને કાયદાના રાજ માટે જનતા જનાર્દને આપેલા આશીર્વાદ છે. તેનો શ્રેય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓ અને પાર્ટી કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમને જાય છે. યૂપી સરકાર અને ભાજપ સંગઠનને તે માટે હાર્દિક શુભેચ્છા.' મહત્વનું છે કે યૂપી જિલ્લા પંચાયતની 75માંથી ભાજપે 67 સીટો પર જીત હાસિલ કરી છે. 

— Narendra Modi (@narendramodi) July 3, 2021

અમિત શાહે કર્યુ ટ્વીટ

— Amit Shah (@AmitShah) July 3, 2021

જેપી નડ્ડાએ કર્યુ ટ્વીટ

— Jagat Prakash Nadda (@JPNadda) July 3, 2021

ભાજપની જીત પર મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરતા કહ્યુ- ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પદની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય આદરણીય પ્રધાનમંત્રી જીની લોક કલ્યાણકારી નીતિઓનું પ્રતિફળ છે. આ ઉત્તર પ્રદેશમાં સ્થાપિત સુશાસન પ્રત્યે જનતાના વિશ્વાસનું પ્રગટીકરણ છે. બધા પ્રદેશવાસીઓનો ધન્યવાદ અને વિજય માટે હાર્દિક શુભેચ્છા.

અન્ય પાર્ટીઓની સ્થિતિ
75 જિલ્લા પંચાયતમાં અખિલેશ યાદવની સપાને માત્ર પાંચ સીટો આવી છે. આ સિવાય લોક દળ અને જનસત્તા દળને એક-એક સીટ મળી છે. તો એક સીટ અપક્ષનાં ખાતામાં ગઈ છે. 

વિધાનસભા ચૂંટણી પહેલા જીતનું મહત્વ
યૂપી જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામ ભાજપ માટે મહત્વના છે. આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓનું મનોબળ વધશે. વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા પંચાયત ચૂંટણીને સેમિફાઇનલ તરીકે જોવામાં આવતી હતી. એટલું જ નહીં રાજનીતિના જાણકારનું કહેવું છે કે આ જીતની સાથે 2022 વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની દાવેદારી વધુ મજબૂત થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news