Gujarat Local Body Election: કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાઓને જનતાએ હરાવ્યા, ખાસ જાણો
આ વખતના ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે ચિંતાજનક છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળી રહ્યો છે. ભાજપનો ભગવો ચારેબાજુ લહેરાઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ જીતતી જોવા મળી રહી છે. એક નજર નાખીએ મહત્વના સમાચાર પર....
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) થઈ રહી છે. જો કે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે.
આ વખતના ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે ચિંતાજનક છે. અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે તેમાં કોંગ્રેસનો કારમો પરાજય જોવા મળી રહ્યો છે. ભાજપનો ભગવો ચારેબાજુ લહેરાઈ રહ્યો છે. ક્યાંક આમ આદમી પાર્ટી પણ જીતતી જોવા મળી રહી છે. એક નજર નાખીએ મહત્વના સમાચાર પર....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે