બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજયોમાં ભારે વરસાદની ચેતવણી

Today Weather: દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બનતો જોવા મળે છે. તેની અસર કેટલાક રાજ્યોમાં જોવા મળી શકે છે. 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. 

બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, આ રાજયોમાં ભારે વરસાદની ચેતવણી

Weather Update: સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો, જો કે તે હજુ પણ 'ખરાબ' શ્રેણીમાં નોંધાયેલું છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ સવારે કે રાત્રે મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાપી કરે છે. 25 નવેમ્બરના રોજ પશ્વિમ બંગાળની ખાડી અને શ્રીલંકાની આસપાસ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે વધીને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. 26મીએ બંગાળ સહિવ તમિલનાડુ, પાંડેચરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 27થી 29 નવેમ્બર સુધીમાં આ રાજ્યોમાં પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જશે. 

બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની રહ્યો છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. તે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની અને વધુ ખતરનાક બનવાની શક્યતાઓ છે. આ દબાણ આગામી બે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફ તામિલનાડુ-શ્રીલંકા કિનારા તરફ આગળ વધશે.

આ રાજ્યોમાં વરસાદ પડશે
હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આજુબાજુના રાજ્યોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

ધુમ્મસ આ રાજ્યોને આવરી લેશે
હવામાન વિભાગે કહ્યું કે ગાઢ ધુમ્મસ હિમાચલ પ્રદેશને આવરી શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહારમાં હળવાથી ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. આ પછી, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધવામાં આવી શકે છે. આગામી 3 થી 4 દિવસમાં મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન ઘટવાનું શરૂ થશે. આ ઘટાડો બે થી ત્રણ ડિગ્રીનો રહેશે.

તમિલનાડુમાં વરસાદ
નીચા દબાણની સિસ્ટ, જે હાલમાં અપર એર સર્ક્યુલેશનથી પ્રભાવિત છે, તે 25 નવેમ્બરની આસપાસ મધ્ય દક્ષિણ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની આગાહી છે. જેમ જેમ તે તમિલનાડુ-શ્રીલંકાના દરિયાકાંઠાની નજીક જાય છે, તેમ ચેન્નાઈમાં ભારે વરસાદ થવાની ધારણા છે. 27 અને 28 નવેમ્બરે વરસાદ વરસવાની સંભાવના છે. પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ 25-28 નવેમ્બર સુધી ચેન્નાઈ સહિત ડેલ્ટા જિલ્લાઓ અને આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ ચેતવણી જારી કરી છે.

આંધ્ર પ્રદેશમાં વરસાદ
25 અને 26 નવેમ્બરના રોજ તંજાવુર, તિરુવરુર, નાગાપટ્ટિનમ, માયલાદુથુરાઈ અને કરાઈકલ જેવા ચોક્કસ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પુદુક્કોટ્ટાઈમાં પણ 26 નવેમ્બરે નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે. અધિકારીઓ અને રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.  IMD એ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ માટે વરસાદની સલાહ પણ જારી કરી છે, જેમાં 27-28 નવેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં ધુમ્મસનું એલર્ટ
ગાઢ ધુમ્મસની સ્થિતિ ઉત્તરીય રાજ્યોમાં ખાસ કરીને સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે. IMDએ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે 27-29 નવેમ્બર માટે ધુમ્મસની ચેતવણી જારી કરી છે. હિમાચલ પ્રદેશમાં 28 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 28-30 નવેમ્બર સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને સાવચેતી રાખવા અને તે મુજબ આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હવામાન મુસાફરી અને દૈનિક પ્રવૃત્તિઓને અસર કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news