UP Zila Panchayat Results: 75માંથી 65 જિલ્લા પંચાયતો પર ભાજપનો કબજો, સપાની હાર, સીએમ યોગીનો જાદૂ ચાલ્યો
ઉત્તર પ્રદેશમાં 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ખુશખબર મળી છે. જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પાર્ટીને બમ્પર જીત મળી છે.
Trending Photos
લખનઉઃ UP Zila Panchayat Election Result: ઉત્તર પ્રદેશમાં યોજાયેલી જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપે 75માંથી 66 સીટો પર કબજો કર્યો છે. તો સમાજવાદી પાર્ટીને માત્ર 6 સીટ મળી છે. અન્યનો ચાર સીટો પર વિજય થયો છે. બુલેંદખંડની બધી સીટો પર ભાજપે ક્લીન સ્વીપ કરી છે.
સમાજવાદી પાર્ટીના ગઢ મનાતા બદાયૂંમાં ભાજપે જીત હાસિલ કરી છે. આ સિવાય હાથરસ, બારાબંકી, ફિરોઝાબાદ, પ્રયાગરાજ સહિત 65 સીટો પર ભાજપે જીત હાસિલ કરી છે. ફિરોઝાબાદ જિલ્લા પંચાયત અધ્યક્ષ પદે ભાજપના ઉમેદવાર હર્ષિતા સિંહનો વિજય થયો છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રૂચિ યાદવે રડતા રડતા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કુલ મળી 75 જિલ્લામાંથી 65 પર ભાજપે કબજો કર્યો છે. જ્યારે સપાને છ અને 4 પર અપક્ષની જીત થઈ છે. લખનઉ, કાનપુર, જૌનપુર, હાથરસ સહિત 65 જિલ્લામાં ભાજપના ઉમેદવારે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે 29 જૂને 75 જિલ્લા પંચાયતોમાં અધ્યક્ષ પદ પર ઉમેદવારી નોંધાઈ હતી. આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ- ભારતીય જનતા પાર્ટીએ 75 જિલ્લા પંચાયત અધ્યક્ષ સીટોમાં 67 પર જીત હાસિલ કરી છે. અમે 2022ની વિધાનસભા ચૂંટણી પણ જીતીશું.
આ પણ વાંચોઃ ફેસબુક, ગૂગલ અને ઇન્સ્ટાગ્રામે સોશિયલ મીડિયા પરથી વિવાદાસ્પદ પોસ્ટ હટાવી, રવિશંકર પ્રસાદે કરી પ્રશંસા
આ 53 જિલ્લામાં થઈ ચૂંટણી
ઉત્તર પ્રદેશના ચાંદૌલી, હાપુ઼ડ, સુલ્તાનપુર, મિરઝાપુર, રાયબરેલી, મથુરા, ફિરોઝાબાદ, બિજનોર, હમીરપુર, મુઝફ્ફરનગર, સોનભદ્ર, બલિયા, ગાજીપુર, ઉન્નાવ, હરદોઈ, કુશિનગર, મૈનપુરી, પ્રતાપગંજ,, કન્નૌજ, જાલૌન, મહારાજગંજ, સંત કબીરનગર, લખીમપુર, અમેઠી, ભદોહી, બારાબંકી, ફરરૂખાબાદ, સંભલ, બસ્તી, ફતેહપુર, શામલી, અલીગ,, જૈનપુર, કાસગંજ, આઝમગઢ, સિદ્ધાર્થનગર, એટા, અયોધ્યા, રામપુર, સીતાપુર, ઉરૈયા, મહોબા, ફતેહપુર, કાનપુર નગર, કાનપુર ગ્રામ્ય, આંબેકરનગર, બરેલી, કૌશમ્બી, હાથરસ, દેવરીયા અને લખનઉમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે મતદાન થયું હતું.
22 જિલ્લા પંચાયતમાં બિનહરીફ અધ્યક્ષ ચૂંટાયા
ઉત્તર પ્રદેશના 22 જિલ્લામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ઇટાવાને છોડી 21 બિનહરીફ અધ્યક્ષ ભાજપના છે. ઇટાવામાં સમાજવાદી પાર્ટીને જીત મળી છે. રાજ્ય ચૂંટણી કમિશનર મનોજ કુમારે મંગળવારે જણાવ્યુ હતુ કે પ્રદેશના 22 જિલ્લા સહારનપુર, બહરાઇચ, ઇટાવા, ચિત્રકૂટ, આગ્રા, ગૌતમ બુદ્ધ નગર, મેરઠ, ગાઝિયાબાદ, બુલંદશહેર, અમરોહા, મોરાદાબાદ, લલિતપુર, ઝાંસી, બંદા, શ્રાવસ્તિ, બલરામપુર, ગોંડા, ગોરખપુર, મઉ, વારાણસી, પીલીભીત અને શાહજહાંપુરમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે