સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું

Gujarat Farmers : રવિ પાકના વાવેતર સમયે ખાતરની અછતની ઉઠી ફરિયાદ... DAP ખાતર ન હોવાથી વાવેતરમાં થઈ રહ્યું છે મોડું... સરકાર જલ્દી ખાતર પહોંચાડે તેવી માંગ...
 

સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું

Agriculture News : સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી રહ્યા છે ત્યારે ડીએપી ખાતરની અછતનો સામનો ખેડૂતો કરી રહ્યાં છે. રવિ પાકની સીઝનમાં ખાસ કરીને ઘઉં ચણા ડુંગળી સહિતની જણસોનું વાવેતર કરતા હોય છે. આ વાવેતર માટે ડીએપી ખાતરનો ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખાતરના ડેપોમાં ડીએપી ખાતરની અછત હોવાનું ખેડૂતો કરી રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને રવિ પાકની સિઝન માટે તાત્કાલિક ડીએપી ખાતર ખેડૂતોને આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. હાલ રવિ પાકની સીઝન હોવાથી ખેડૂતોને ડીએપી ખાતરની તાતી જરૂર પડી છે. ડીએપી ખાતરના ઉપયોગથી વાવેતરમાં વધારો થાય છે અને ફાલ પણ સારો આવે છે. ડીએપી ખાતરના વાકે ખેડૂતો રવિ પાકની સીઝનનું વાવેતર નથી કરી શક્તા તેવું કહી રહ્યાં છે.

રવિ પાક માટે ડીએપી ખાતર કેમ જરૂરી
રવિ પાક માટે ખેડૂતો ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે ડીએપી ખાતરથી પાકમાં ઉતારો સારો આવે છે અને ફાલ પણ સારો આવે છે. ત્યારે હાલના સમયમાં ખેડૂતોને ડીએપી ખાતરની ખૂબ જ જરૂર છે. ખેડૂતો ખાતરના ડેપોમાં ડીએપી ખાતર લેવા જાય છે. પરંતુ હજુ સુધી ડીએપી ખાતર ખેડૂતને મળી રહ્યું નથી આથી ખેડૂતો સરકારને અપીલ કરી રહ્યા છે કે તાત્કાલિક ડીએપી ખાતર ખેડૂતોને આપવામાં આવે તો તેઓ રવિ પાક લઈ શકે.

ચોમાસું પાક નિષ્ફળ ગયો તો રવિ પાકની આશા જાગી 
આ વખતે ચોમાસામાં ભારે વરસાદે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. સાથે જ વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સાથે ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી, તેમ એક બાજુ, આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ, રવિપાકની વાવણી સમયે જેતપુરના સહકારી ખરીદ વેચાણ સંઘમાં DAP અને NPK ખાતરની અછત વર્તાઇ રહી છે. જેના કારણોસર ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યાં છે.

જેતપુરમાં ખાતર નથી
જેતપુર ખરીદ વેચાણ સંઘના મેનેજર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ખાતરની આવક ધીમે ધીમે શરૂ થઈ રહી છે. સાથે ટુક સમયમાં જેમ જેમ ખાતરની જરૂરિયાત હશે, તેમ પાયાના ખાતર ધીમે ધીમે મળતા રહેશે. સાથે જ સપ્લાય ધીમે ધીમે શરૂ થઈ જશે તેવા અમારા તરફથી પણ પ્રયાસ શરૂ છે. 

આણંદ જિલ્લામાં પણ ખાતરની અછત
આણંદ જિલ્લાના સામરખા, ભાલેજ, રાસ બોરસદ. તેમજ તારાપુર અને ખંભાત પંથકના વિવિઘ ગામોમાં ખેડૂતોને ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યુ જેથી ખેડૂતોમાં આક્રોષ જોવાં મળી રહ્યો છે. ગ્રામ્ય અને તાલુકા મથકોમાં ખાતરના ડેપો ની બહાર ખાતર નથીના બોર્ડ લાગ્યા છે અને ખેડુતો ખાતર લેવા માટે ખાતરના ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે. પણ ખાતર નહી હોવાના કારણે ખેડૂતોને ધરમ ધક્કા પડી રહ્યા છે. એક તરફ ખેડુતો ખાતર નહીં મળતું હોવાની બૂમો પાડી રહ્યા છે.બીજી તરફ ખેતીવાડી અઘિકારીઓ ખાતરનો જથ્થો પૂરતો હોવાના દાવાઓ કરી રહ્યા છે.

ગીરમાં પણ ખાતર ખૂટ્યું 
આમતો ચોમાસા બાદ ગીર સોમનાથ જિલ્લામાં ખાતર ની ખેંચતાણ જોવા મળી રહી હતી પરંતુ છેલ્લા એકાદ મહિનાથી કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં DAP ખાતર ની અછત સર્જાતા ખેડૂતો ઠેર ઠેર ભટકી રહ્યા હતા, અને આજે મહિના બાદ કોડીનાર ખાતર ડેપો માં DAP ખાતર ની ગાડી આવતા ખેડૂતો એ રીતસર ની પડાપડી કરી હતી, અને વહેલી સવારે 5 વાગ્યાથી મહિલાઓ સહિત ખેડૂતો ની કતાર લાગી હતી. જોકે વહેલી સવારે આવવા છતાં અને છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા છતાં ખેડૂતો ને ખાતર ન મળતા ખેડૂતોમાં કકળાટ જોવા મળ્યો હતો.

ભાવનગરમાં ખાતર નથી
હાલ શિયાળો જામી રહ્યો છે અને વાવણીની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે, ખેડૂતોએ વાવણી માટે ખેતરો ખેડી તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે, શિયાળામાં ખેડૂતો મોટાભાગે ઘઉં નું વાવેતર કરતા હોય છે, એ સિવાય જુવાર, ચણા, ધાણા, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલમાં વાવણી માટેની તમામ તૈયારી કરી ચૂકેલા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે, કરણ કે વાવણી માટે અતિ ઉપયોગી DAP ખેડૂતો ને નથી મળી રહ્યું, છેલ્લા બે માસથી વિવિધ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા DAP હાલ ઉપલબ્ધ ના હોય વાવણી અટકી પડી છે.

ભારતીય કિસાન સંઘની મળી પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં અતિ વૃષ્ટિ રાહત પેકેજ અને ખાતરની અછત મુદ્દે કિસાન સંઘે રજૂઆત ચર્ચા કરી હતી. કિસાન સંઘના મહામંત્રી આરકે પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ભારે વરસાદથી અસર ગ્રસ્ત બાકીના ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવે. રાહત પેકેજના લાભથી બાકાત રહેલા ખેડૂતો ને સરકાર સહાય કરે તે અંગે રજુઆત કરવામાં આવી. રાજ્યમાં ખાતરની અછત હોવાની અનેક ફરિયાદો મળે છે. સરકારને ખાતરની અછતના નિવારણ માટે રજુઆત કરાય છે. સરકારે હૈયા ધારણા આપી છે કે થોડા દિવસમાં ખાતરની અછતનો પ્રશ્ન દૂર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news