Shankarsinh Vaghela ની કોંગ્રેસમાં એન્ટ્રી અંગે ગુજરાતના પૂર્વ અધ્યક્ષે કર્યો ખુલાસો
ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ (Congress) પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ (Congress) પ્રવેશ પર ચાલતી અટકળો અંગે ખુલાસો કર્યો. ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કહ્યુ કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા તમામને અમે સ્વીકારીશું. હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) અંગે અંતિમ નિર્ણય લેશે. હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને (Shankarsinh) આવકારીશું. ભૂતકાળને ભૂલી હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.
મહારાષ્ટ્રની સરકારનો (Maharashtra Government) દાખલો આપતાં ભરતસિંહ (Bharatsinh Solanki) કહ્યુ કે, બાલા સાહેબ ઠાકરેની શિવસેના (Shiv Sena) અને કાંગ્રેસ કામય આમને સામને હોય, આજે સાથે મળીને કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચલાવે છે. દેશમાં ભાજપ (BJP) આજે નાગરિક પ્રજાના હકને ખતમ કરે છે. તેમ ભાજપ હાલમાં હિન્દુને નુકશાન કરે છે. ગુલામ બનાવવાની દિશામાં લઈ જાય છે. તેવાના કોંગ્રેસ (Congress) લોકશાહી કઈ રીતે બચે તે માટે આગળ વધી રહી છે અને તે માટે શંકરસિંહ (Shankarsinh Vaghela) કોંગ્રેસમાં જોડાય તો આવકારીએ છીએ. જેનો છેલ્લો નિર્ણય હાઇ કમાન્ડ કરશે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ (Gujarat Local Body Election) ભારતીય જનતા પાર્ટી (BJP) લોભ લાલચ પૈસા અને ચુંટણી પંચનો દુર ઉપયોગ કરી જીતી હોવાનો આક્ષેપ ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) કર્યો. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં (Local Body Election) 2015 માં જનતાનો આશીર્વાદ અને ટેકો મળ્યો અને કોંગ્રેસને (Congress) સારો પ્રતિસાદ મળ્યો. જોકે કમનસીબે 2021 ની ચૂંટણીમાં અનેક પરીબળોએ કામ કર્યું. ભાજપ પૈસા લોભ લાલચ વગેરેનો ઉપયોગ કરી જીત્યા.
મતદાનમાં ગત વખત કરતા થોડા ઓછા મત મળ્યા. પણ ધીમેં ધીમે ભાજપનું જે રાજ છે તેના કારણે લોકશાહી પરથી લોકોનો વિશ્વાસ જઈ રહ્યો છે. 40 ટકા મતદાન થયું. જેમાં 75 ટકા મત ભાજપ વિરુદ્ધ પડ્યા છે. ઉત્તમ ડેમોક્રેસી કોને કહેવાય. જેમાં 100 ટકા મતદાન થાય અને પછી સત્તાધારી પક્ષનો નિર્ણય થાય. સમાજની દૂર દશા માટે થોડા નકામા તત્વો એકલા જવાબદાર નથી પણ સારા લોકો, ભલા લોકોની નિષ્ક્રિયતા જવાબદાર છે. જે લોકો મતદાન કરવા નથી જતા જો વધુ મતદાન થયું હોત તો તે મત કોંગ્રેસને મળ્યા હોત. ચૂંટણીની પ્રક્રિયામાં ટીકીટ વહેચણીના જે વિવાદની વાત કરી રહ્યા છો તે કોંગ્રેસ પરિવારની વાત છે તે ચર્ચા કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે