Indian meteorological department News

હવામાન વિગાભે કરી ગરમીની આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે આકરો તાપ
આ વર્ષે ઠંડીનો ચમકારો લાંબા સમય સુધી લોકોને અનુભવાયો હતો, ત્યારે હવે ગરમીના દિવસો પણ આવી ગયા છે. હાડ થીજવતી ઠંડી બાદ હવે ચામડી બાળતી ગરમી પડી રહી છે. ચાર દિવસથી પડી રહેલા કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. પણ આ તો હજી શરૂઆત છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે, આગામી બે દિવસોમાં હજી ભીષણ ગરમી પડશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારો જેવા કે, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હીટવેવની અસર જોવા મળશે. આગામી બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી.
Mar 26,2019, 11:37 AM IST

Trending news