જે સમાચારના સમગ્ર દેશ રાહ જોઇ રહ્યો છે, તેના વિશે આવી આ મહત્વપૂર્ણ માહિતી

ભીષણ ગરમી સહન કરી રહેલા લોકો હાલમાં ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં હીટ વેવ સતત ચાલી રહી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન લગભગ 50 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે.

જે સમાચારના સમગ્ર દેશ રાહ જોઇ રહ્યો છે, તેના વિશે આવી આ મહત્વપૂર્ણ માહિતી

નવી દિલ્હી: દેશ-દુનિયાનું રાજકારણ, રમતગમત, ગુના અને અન્ય બાબતો સિવાય લોકો એક સમાચારના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભીષણ ગરમી સહન કરી રહેલા લોકો હાલમાં ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં હીટ વેવ સતત ચાલી રહી છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન લગભગ 50 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે. એવામાં દક્ષિણ ભારત તરફથી સારા સમાચાર આવી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ કેરળના કાંઠે પહોંચે તેવી શક્યતા છે.

સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનના કેરળ આવે છે અને આ સાથે જ સત્તાવાર ચાર મહિના વરસાદી સીઝનના પ્રારંભ થાય છે. આઈએમડીએ ચોમાસા અંગે બુલેટિનમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર તરફ ધીરે ધીરે આગળ વધવાની શક્યતાઓને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 8 જૂને શરૂ થવાની આશા છે.

હવામાન આગાહી કરનાર પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે શનિવારે જાહેરાત કરી હતી કે, 4 જૂનથી 7 જૂન વચ્ચેના ચોમાસું શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી. હવામાન ખાતાએ રાષ્ટ્રીય રાજધાનીમાં ચોમાસાના આગમનમાં બે થી ત્રણ દિવસ વિલંબ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે શહેરમાં વરસાદ સામાન્ય હોવાનો અંદાજ છે. જો કે, ખાનગી હવામાન આગાહી કરતી સંસ્થા 'સ્કાયમેટ હવામાન' કહે છે કે દિલ્હીમાં ચોમાસાના આગમન માટે ઓછામાં ઓછા એક અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે. હવામાન ખાતાએ બુધવારે જણાવ્યું હતું કે ચોમાસાના આગમનમાં વિલંબ થઈ શકે છે અને તે 8 જૂન સુધી કેરળના કિનારે પહોંચશે.

પ્રાદેશિક હવામાન આગાહી વિભાગના આગેવાન ચીફ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે ચોમાસું 29 જૂન સુધીમાં દિલ્હી પહોંચે છે. જો કે તેને દક્ષિણ ભાગમાં પહોંચવા પર વિલંબ થઇ રહ્યો છે, જેના કારણ ચોમાસાને ઉત્તરપશ્ચિમ ભારત સુધી પહોંચવા બે-ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે.’ ત્યારે ગુરૂવારે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વીજળી પડવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત અને 57 અન્ય ઘાયલ થયા. હવામાન વિભાગની આગાહી છે કે મંગળવારે સુધી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભમાં ભીષણ ગરમીનો કહેર યથાવત રહેશે.

શુક્રવારે મધ્ય પ્રદેશના હોશંગાબાદ 46.8 ડિગ્રી સેલ્સિયસનું મહત્તમ તાપમાનની સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું જ્યારે રાજસ્થાનમાં ચુરુનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જો કે, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના ઘણા સ્થળો પર છુટોછવાયા વરસાદે લોકોને ગરમીથી થોડી રાહત આપી હતી. રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ભીષણ ગરમીની સાથે લૂનો કહેર ચાલુ રહ્યો છે. જોકે, પ્રદેશનો મોટાભાગના વિસ્તારમાં ગઇકાલની સરખામણીએ મહત્તમ તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચુરુમાં મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી સેલ્સિયસ, બાડમેરમાં 46.4 ડિગ્રી, કોટામાં 46.1 ડિગ્રી, બિકાનેરમાં 45.8, શ્રીગંગાનગરમાં 45.7 ડિગ્રી, જૈસલમેરમાં 45.5 ડિગ્રી, જોધપુરમાં 45.3 ડિગ્રી, અજમેરમાં 44.5 ડિગ્રી, ડાબોકમાં 44 ડિગ્રી અને રાજધાની જયપુરમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news