Car sales News

ઓગસ્ટમાં Maruti, Mahindra અને Toyota એ ધડાધડ વેચી કાર્સ, જોતી રહી ગઇ Tata!
Car Sales In August 2023: ઓગસ્ટ મહિનામાં સ્થાનિક પેસેન્જર વાહનોનું રેકોર્ડ વેચાણ નોંધાયું છે. આ સમયગાળા દરમિયાન મારુતિ સુઝુકીએ તેનું સૌથી વધુ માસિક વેચાણ કર્યું છે. હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટોયોટાએ પણ છેલ્લા મહિનામાં જથ્થાબંધ વેચાણમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે પરંતુ સ્થાનિક બજારમાં ટાટાના જથ્થાબંધ વેચાણમાં ઘટાડો થયો છે. મારુતિ સુઝુકીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર (સેલ્સ અને માર્કેટિંગ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "ઓગસ્ટ મહિના દરમિયાન પેસેન્જર વાહનોનું કુલ વેચાણ 3,60,897 યુનિટ થયું છે, જે કોઈપણ વર્ષનું સૌથી વધુ માસિક વેચાણ છે." તમને જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બર 2022માં ભારતમાં 3,55,400 વાહનોનું જથ્થાબંધ વેચાણ થયું હતું.
Sep 3,2023, 14:04 PM IST

Trending news