Car Sales: કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો ચેક કરો આ લિસ્ટ, કઈ કાર છે ડિમાન્ડમાં અને કોનું માર્કેટ છે ડાઉન

Car Sales May 2023: દેશમાં SUV કારની માંગમાં વધારા સાથે, કારનું વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે. મારુતિ સુઝુકીથી લઈને હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સ સહિતની મોટાભાગની કાર કંપનીઓએ મે મહિનામાં શાનદાર વૃદ્ધિ નોંધાવી છે.

Car Sales: કાર ખરીદવાનું પ્લાનિંગ હોય તો ચેક કરો આ લિસ્ટ, કઈ કાર છે ડિમાન્ડમાં અને કોનું માર્કેટ છે ડાઉન

Top Selling Car Brands: SUV વાહનોની મજબૂત માંગ સાથે દેશની મુખ્ય ઓટોમોબાઈલ કંપનીઓ - મારુતિ સુઝુકી ઈન્ડિયા, હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટોયોટા કિર્લોસ્કર મોટરના પેસેન્જર વાહનોના વેચાણની ગતિ મે મહિનામાં મજબૂત રહી હતી. મોટી વાહન કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા મે મહિનાના જથ્થાબંધ વેચાણના આંકડા પરથી આ વાત બહાર આવી છે. ટાટા મોટર્સ, કિયા અને એમજી મોટર જેવા અન્ય ઓટોમેકર્સનું જથ્થાબંધ વેચાણ પણ મહિના દરમિયાન વધ્યું હતું.

આ પણ વાંચો:

1. Maruti Suzuki:

દેશની સૌથી મોટી ઓટોમેકર મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ જણાવ્યું હતું કે મે મહિનામાં તેના સ્થાનિક પેસેન્જર વાહનોનું વેચાણ 15 ટકા વધીને 1,43,708 યુનિટ થયું હતું જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,24,474 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે આ સમયગાળા દરમિયાન મારુતિની નાની કાર - અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ 30 ટકા ઘટીને 12,236 યુનિટ થયું હતું, જ્યારે સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયરનું વેચાણ પાંચ ટકા વધીને 71,419 યુનિટ થયું હતું. જે મે 2022માં 67,947 યુનિટ હતું. મારુતિ સુઝુકીએ બ્રેઝા, ગ્રાન્ડ વિટારા અને અર્ટિગા સહિતના યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 65 ટકા વૃદ્ધિ નોંધાવી હતી અને એપ્રિલમાં 46,243 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ મે 2022માં આ સેગમેન્ટમાં 28,051 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે મે મહિનામાં મિડ-સાઇઝ સેડાન સિઆઝના 992 યુનિટ વેચાયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 586 યુનિટ વેચાયા હતા.

2. Hyundai:
 
Hyundai મોટર ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ 14.91 ટકા વધીને 48,601 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉ 42,293 યુનિટ હતું. Hyundai મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, “તાજેતરમાં લૉન્ચ થયેલી નવી વર્ના કારને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તેની એસયુવી ક્રેટા અને વેન્યુને કારણે મે મહિનામાં તેની વેચાણ વૃદ્ધિ બે આંકડામાં હતી.

3. Tata Motors :

સ્થાનિક બજારમાં Tata Motorsના પેસેન્જર વાહનોનું જથ્થાબંધ વેચાણ છ ટકા વધીને 45,878 યુનિટ થયું હતું જ્યારે એપ્રિલ 2022માં તેણે 43,341 વાહનોની સપ્લાય કરી હતી. પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનો (આંતરરાષ્ટ્રીય વેપાર સહિત)નું વેચાણ મે મહિનામાં 66 ટકા વધીને 5,805 યુનિટ થયું હતું જે ગયા વર્ષના મે મહિનામાં 3,505 યુનિટ હતું.

4.  Mahindra: 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું કુલ પેસેન્જર વાહનોનું વેચાણ મે મહિનામાં 26,904 યુનિટ હતું. કંપનીના યુટિલિટી વાહનોનું વેચાણ 23 ટકા વધીને 32,883 યુનિટ થયું છે, જે મે 2022માં 26,632 યુનિટ હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રમુખ (ઓટોમોટિવ સેગમેન્ટ) વિજય નાકરાએ જણાવ્યું હતું કે, "અમે એસયુવી સેગમેન્ટમાં મજબૂત માંગ સાથે વૃદ્ધિનું વલણ જાળવી રાખ્યું છે. કંપનીએ મેન્ટેનન્સના કામને કારણે 15-20 મે દરમિયાન પ્લાન્ટમાં કામ સ્થગિત કરી દીધું હતું. કંપનીએ મે 2022માં ડીલરોને 24,079 વાહનો મોકલ્યા હતા.

5. Toyota:

બીજી તરફ ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM)નું કુલ વેચાણ મે મહિનામાં બમણું વધીને 20,410 યુનિટ થયું છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી વધુ માસિક વેચાણનો આંકડો છે. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ 10,216 વાહનોનું વેચાણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે ગયા મહિને સ્થાનિક બજારમાં તેનું જથ્થાબંધ વેચાણ 19,379 યુનિટ હતું. તેણે મે મહિનામાં અર્બન ક્રુઝર હાઇરાઇડરના 1,031 યુનિટની નિકાસ પણ કરી હતી.

6. MG Motors:

મે મહિનામાં MG મોટર ઇન્ડિયાનું રિટેલ વેચાણ 25 ટકા વધીને 5,006 યુનિટ થયું છે. કંપનીએ મે 2022માં 4,008 વાહનોનું વેચાણ કર્યું હતું. વાણિજ્યિક વાહન નિર્માતા અશોક લેલેન્ડે જણાવ્યું હતું કે મે મહિનામાં કુલ વેચાણ એક ટકા ઘટીને 13,134 યુનિટ થયું હતું. કંપનીએ મે 2022માં 13,273 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. કંપનીનું સ્થાનિક વેચાણ એક ટકા ઘટીને 12,378 યુનિટ થયું હતું જે ગયા વર્ષના મે મહિનામાં 12,458 યુનિટનું વેચાણ થયું હતું. કંપનીએ આ વર્ષે મે મહિનામાં 756 વાહનોની નિકાસ કરી હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં 815ની સરખામણીએ 7.23 ટકાના ઘટાડા સાથે હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news